ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે પ્રોજેક્ટને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે, જે રેલ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની કંપની છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 37,000 કરોડ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્તરાખંડમાં રેલ કનેક્ટિવિટી વધુ સારી બનશે અને હિમાલય વિસ્તારમાં મુસાફરી સરળ બનશે.

125 કિમી રેલ પ્રોજેક્ટનું 78 ટકા કામ પૂર્ણ

તાજેતરમાં એક નિવેદનમાં RVNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સલીમ અહમદે જણાવ્યું કે 125 કિમી લાંબા રેલ પ્રોજેક્ટનું કુલ 78 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ટનલ ખોદવાનું લગભગ 97 ટકા કામ પણ પૂરું થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું, ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક ધરાવતો આ પ્રોજેક્ટ હિમાલય વિસ્તાર સુધી પહોંચ વધુ સારી બનાવશે, ચાર ધામ યાત્રા કોરિડોરને મદદ કરશે, સરહદી કનેક્ટિવિટી મજબૂત કરશે, ટૂરિઝમ અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપશે અને આ વિસ્તારમાં મુસાફરીનો સમય ઘણો ઘટાડશે.

ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન શું છે?

ઋષિકેશ-કર્ણપ્રયાગ નવી રેલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રીય બજેટ 2010-11માં મંજૂરી આપવામાં આવી હતી. આ રેલ લાઇન દેહરાદૂન, ટિહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાંથી પસાર થશે. તે દેવપ્રયાગ અને કર્ણપ્રયાગ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને ઋષિકેશ અને દેશની રાજધાની દિલ્હી સાથે જોડશે.

ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે

આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ટનલ બનાવવાનું કામ સામેલ છે. તેમાં કુલ 104 કિમી લાંબી 16 મુખ્ય ટનલ અને લગભગ 98 કિમી લાંબી 12 ઈસ્કેપ ટનલ સામેલ છે. અત્યાર સુધીમાં 101 કિમી મુખ્ય ટનલ અને 95 કિમી ઈસ્કેપ ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાંધકામની ઝડપ વધારવા માટે કુલ 5 કિમી લાંબા 8 એક્સેસ રોડ પણ બનાવવામાં આવ્યા છે અને તે તમામ હવે પૂર્ણ થઈ ગયા છે. રેલવે અનુસાર, પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવનારા 19 મોટા પુલમાંથી 11નું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બાકીના પુલોનું કામ ચાલી રહ્યું છે.

ટાઇગર કોરિડોર વચ્ચે રેલવે લાઇનને મંજૂરી

દેશમાં એક ટાઇગર કોરિડોરમાંથી રેલવે લાઇન પસાર કરવા માટે લીલી ઝંડી મળી છે. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સ્ટેન્ડિંગ કમિટીએ મધ્ય પ્રદેશમાં જુઝારપુર અને ચિચોંડા વચ્ચે ત્રીજી રેલવે લાઇન માટે વાઇલ્ડલાઇફ ક્લિયરન્સની ભલામણ કરી છે. ભારતનો મહત્વનો ટાઇગર કોરિડોર સતપુડા અને મેલઘાટ ટાઇગર રિઝર્વ વચ્ચે વહેંચાઈ શકે છે.

આ પણ વાંચો-Rakhi Advertisement : 'કેટલીક મર્યાદા હોવી જોઈએ...'કૃતિ સેનનના રક્ષાબંધન એડ પર પ્રિયંકા ચોપડાની માતા ભડકી