આજકાલ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો ટેરિફ વિવાદ કોઈથી છુપાયેલો નથી. દરેક વ્યક્તિના આ મુદ્દે પોતાના મત છે. કોઈ ટ્રમ્પના નિર્ણયને તાનાશાહીભર્યો ગણાવે છે તો કોઈ તેને સ્પષ્ટ રૂપે ખોટો માને છે. આ સમગ્ર મામલે હવે RSSના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’માં પણ આ મામલે આકરી ટીકા કરીને સ્પષ્ટ ટિપ્પણી કરવામાં આવી છે. આ લેખમાં લખાયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહીના નામે તાનાશાહી અને આતંકવાદ ફેલાવી રહ્યા છે.


ટ્રમ્પ લોકશાહીનો નકાબ પહેરી તાનાશાહી કરે છે

ઓર્ગેનાઇઝરમાં અમેરિકાની ટીકા કરતાં લખાયું છે કે સ્વતંત્રતા અને લોકશાહીના મસીહા હોવાનું નાટક કરીને અમેરિકા સમગ્ર વિશ્વમાં તાનાશાહી અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. લેખ મુજબ, આજે વેપાર યુદ્ધો અને ટેરિફ જેવા હથિયારોએ **સ્વતંત્ર રાષ્ટ્રોની સંભ્રુતા માં દખલ આપી તેમને નબળા પાડવાના નવા સાધનોનું સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતીય સંસ્કૃતિ અને પુનર્જાગરણને દબાવવાનો પ્રયાસ

આ લેખમાં નવ-ઉપનિવેશવાદીઓ અને તેમના ઘરેલૂ એજન્ટો દ્વારા ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણને દબાવાની રચનાત્મક યોજનાની ટીકા પણ કરવામાં આવી છે. લેખમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ વેપાર સંગઠન (WTO) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ હવે અપ્રાસંગિક અને અસમર્થ સાબિત થઈ રહી છે. અલ્પકાલીન રાજકીય લાભ માટે ભારતની અંદર પણ કેટલાક લોકો એવા વિદેશી લોબીના એજન્ટ બનીને કામ કરી રહ્યાં છે. તેમ પણ લેખમાં જણાવાયું છે.

આજનું વિશ્વ ભારત તરફ આશાથી જોઈ રહ્યું છે

ઓર્ગેનાઇઝરનો દાવો છે કે આજે દુનિયા આર્થિક અનિશ્ચિતતા, સૈન્ય સંઘર્ષો, ટેકનોલોજી આધારિત મોનોપોલી અને પર્યાવરણીય સંકટોથી પીડાઈ રહી છે અને આવા સંજોગોમાં હવે વિશ્વની આશા ભારત તરફ છે. લેખમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતીય મૂલ્યો આધારિત સાતત્ય , ન્યાયસંગત અને સર્વસમાવેશક મોડલ જ આજના સમયમાં વિશ્વ માટે ઉપાય બની શકે છે.

વિશ્વ ફરી અસ્થિરતાની દિશામાં

‘ઓર્ગેનાઇઝર’માં કહેવામાં આવ્યું છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ જે વ્યવસ્થાને "ઉદારવાદી વિશ્વ વ્યવસ્થા" તરીકે જીતેલી માનવામાં આવી હતી, તે હવે તૂટી રહી છે. વિશ્વ હવે ફરીથી અસ્થિરતા, સંઘર્ષ અને અરાજકતા તરફ વધી રહ્યું છે. આજે એકધ્રુવીય વિશ્વ વ્યવસ્થા પતન તરફ છે – જ્યાં પ્રતિબંધો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની નિષ્ફળતા અને ગમે ત્યાં ચિંતા તણાવ જોવા મળે છે.

વસુધૈવ કટુમ્બકમ અને સ્વરાજનું મહત્વ

RSSના મુખપત્રમાં લખાયું છે કે "વસુધૈવ કુટુંબકમ" એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે – એ જ વિશ્વ શાંતિ માટે ચાવીરૂપ તત્વ છે. સાથે જ "સ્વધર્મ, સ્વદેશી અને સ્વરાજ" જેવી ભાવનાઓને ફરીથી જીવંત કરવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે.

  • Follow us on: