rssચીફ મોહન ભાગવત બે દિવસ માટે શનિવારે કાનપુર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને બિઝનેસમેન સાથે વાતચીત કરીને તેઓને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટેની સલાહ આપી હતી. આ જાણકારી આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ ડૉ. અનુપમે શેર કરતા કહ્યું કે સ્વદેશીનો ઉપયોગ કરવાનો સંકલ્પ આપણા જીવનથી શરૂ થવો જોઇએ અને પછી આપણા પરિવાર, આપણો વિસ્તાર અને આપણા રાજ્યો સુધી ફેલાવો જોઇએ.
દેશનો પૈસો દેશમાં જ રહેવો જોઇએ
rss ચીફે કહ્યું કે આપણા દેશમાં કમાયેલો પૈસો આપણા દેશમાં જ રહેવો જોઇએ અને દેશના વિકાસ માટે ઉપયોગ કરવો જોઇએ. આપણે આવી માનસિકતા સાથે જીવન જીવવુ જોઇએ. મોહન ભાગવતે એ વાત પર જોર આપ્યુ કે રોજિંદા જિંદગીમાં દેશભક્તિની ગહન ભાવના જ વ્યક્તિઓ અને રાષ્ટ્ર બંનેને આગળ વધારી શકે છે. જેનાછી વ્યાપક પ્રગતિની સંભવ થઇ શકે.
કેવી રીતે કામ કરે છે rss?
તેમણે સંબોધન કરતા એ જણાવ્યુ કે આરએસએસના કાર્યકર્તા કેવી રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે તમે વિદ્યાર્થી છો તો તમે ભણવા માટે કેટલો સમય આપો છો. જો તમે વેપારી છો તો તમે વેપાર માટે કેટલો સમય આપો છો તેમણે કહ્યું કે આરએસએસના કાર્યકર્તા જે પણ કામ કરે છે તે એક સાધકની જેમ કરે છે.
બે દિવસ હતી કાનપુરમાં
મહત્વનું છે કે મોહન ભાગવતે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા સેના અને સરકારની સાથે સાથે સમાજની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. સાથે જ કહ્યુ કે વિચારવુ જોઇએ કે આપણે દેશહિત માટે શું કરી શકીએ છીએ. મોહન ભાગવત કાનપુર શનિવારે પહોંચ્યા હતા. પોતાનો એક કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ સોમવારે ટ્રેનથી પટના જવા રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર મોહન ભાગવતે આ સમય દરમિયાન સંઘના અધિકારીઓ સાથે લગભગ 10 બેઠકો કરી.