દરેક નવા મહિનાની શરૂઆતની સાથે જ સામાન્ય નાગરિકોના દૈનિક જીવન, ઘરના બજેટ અને નાણાકીય વ્યવહારો પર સીધી અસર કરતા કેટલાક નવા નિયમો અમલમાં આવતા હોય છે. આગામી 1 ઓગસ્ટથી દેશમાં રેલવે મુસાફરી, રસોઈ ગેસના ભાવ, બેંકિંગ સેવાઓ અને કરવેરા સંબંધિત મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો સમયસર આ ફેરફારો અંગે માહિતી ન મેળવવામાં આવે તો નાણાકીય નુકસાન કે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી આ પાંચ મોટા ફેરફારો વિશે અગાઉથી જાણી લેવું ખૂબ જ આવશ્યક છે.
1. એલપીજી (LPG) સિલિન્ડરના ભાવ:
દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરતી હોય છે. 1 ઓગસ્ટથી આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડ ઓઇલ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા દરો જાહેર કરવામાં આવશે. જો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થાય, તો હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી મોંઘી બનવાથી સામાન્ય જનતાના માસિક બજેટ પર ભાર વધી શકે છે.
2. તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવી ટોકન સિસ્ટમ:
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર છે કે પશ્ચિમ મધ્ય રેલવે દ્વારા રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવી 'ટોકન સિસ્ટમ' લાગુ કરવામાં આવી રહી છે. કાઉન્ટર પર થતી લાંબી લાખો અને ધક્કામુક્કી અટકાવવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. હવે એસી તત્કાલ માટે સવારે 8.30 થી 9.00 વાગ્યા વચ્ચે અને નોન-એસી તત્કાલ માટે 9.00 થી 9.30 વાગ્યા વચ્ચે ટોકન મળશે, અને ત્યારબાદ જ કાઉન્ટર પરથી ટિકિટ બુક થઈ શકશે.
3. ક્રેડિટ કાર્ડ અને બેંકિંગ ચાર્જમાં ફેરફાર:
ઘણી મુખ્ય બેંકો દ્વારા 1 ઓગસ્ટથી તેમના ક્રેડિટ કાર્ડના નિયમો, રિવોર્ડ પોઈન્ટ્સ અને સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ નિયમો દરેક બેંક માટે અલગ હોઈ શકે છે, તેથી ક્રેડિટ કાર્ડ ધારકોએ અગાઉથી જ પોતાની સંબંધિત બેંકની વેબસાઇટ કે એપ પર જઈને નવા શુલ્ક અને નીતિઓની ચકાસણી કરી લેવી હિતાવહ છે.
4. આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગ પર દંડ:
સામાન્ય રીતે દંડ વિના ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે. જો કોઈ કરદાતા આ નિર્ધારિત સમયમર્યાદા ચૂકી જાય છે, તો ૧ ઓગસ્ટથી મોડા રિટર્ન ફાઇલ કરવા પર ભારે લેટ ફી અને દંડ ભરવો પડી શકે છે. કાનૂની ગૂંચવણોથી બચવા સમયસર રિટર્ન ભરવું હિતમાં છે.
આ પણ વાંચોઃ US School વધતા હુમલાઓને લઇ હવે શાળાઓમાં પેપર સ્પ્રે ડ્રોન તૈનાત કરાશે, માત્ર 15 સેકન્ડમાં કરશે કાર્યવાહી