કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં EDએ શુક્રવારે 21 અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા. તપાસ મુજબ, 2019 થી 2025 વચ્ચે, મંદિરના સોનાને તાંબાના પાટિયા તરીકે રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર રીતે બહાર લઈ જવામાં આવ્યું હતું. EDનું માનવું છે કે આ રીતે થયેલ લૂંટ અને ટ્રાન્સફર દ્વારા મોટી રકમનો મની લોન્ડરિંગ નેટવર્ક ખડકાયો હતો.

પ્રારંભિક તપાસ અનુસાર

EDની પ્રારંભિક તપાસ અનુસાર, આ કૌભાંડ સબરીમાલા મંદિરના સોનાની સાથે સંબંધિત છે. કર્ણાટક અને ચેન્નાઈમાં ખાનગી સુવિધાઓમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનું કાઢવામાં આવ્યું, જે પછી લૂંટાયેલ નાણાં છુપાવવામાં અને ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ ઉપરાંત, મંદિરના કેટલાક અધિકારીઓ, ખાનગી વ્યક્તિઓ અને ઝવેરીઓનો પણ આ કૌભાંડ સાથે સંડોવો હોવાનું સામે આવ્યું છે.

EDએ ગુનાની આવક શોઘી

EDએ ગુનાની આવક શોધવા, લાભાર્થીઓની ઓળખ કરવા, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મેળવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોર્ટની પરવાનગી પ્રાપ્ત કર્યા પછી 9 જાન્યુઆરી 2026ના રોજ આ કેસમાં ECIR દાખલ કરવામાં આવ્યો હતો.

મંદિર સંબંધિત અન્ય નાણાકીય ગેરરીતિઓ

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સબરીમાલા મંદિર સંબંધિત અન્ય નાણાકીય ગેરરીતિઓ પણ થઈ રહી હતી, જેમાં પ્રસાદ અને ધાર્મિક વિધિઓ માટે ભંડોળનો ગેરઉપયોગ થતો હોવાની આશંકા છે. ED આ તમામ પાસાઓની અલગથી તપાસ કરી રહી છે. આ મામલો માત્ર ધાર્મિક સ્થળ સાથે જ નહીં, પરંતુ નાણાકીય વ્યવસ્થાની પારદર્શિતા અને નિયમોનાં પાલન માટે પણ મહત્વનો છે. સબરીમાલા મંદિરમાં થયેલી આ ઘટના દ્વારા મંદિરની સંપત્તિ અને તેના વ્યવહારો અંગે સખત નિયમો લાવવાની જરૂરિયાત જણાય છે.

આ પણ વાંચો : ડેનમાર્ક સામે અમેરિકાની ધમકી, Greenland મુદ્દે નાટો કટોકટીમાં