સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેમના વિવાદાસ્પદ શો 'ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ'ને લઈને ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સમય રૈના પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે જણાવ્યું કે સમય રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને યોગ્ય માહિતી રજૂ કરી નહોતી.
https://twitter.com/ANI/status/2076984611364868289
ટિપ્પણીઓ અત્યંત અયોગ્ય અને અસંવેદનશીલ હતી
મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે સમય રૈના ઉપરાંત કોમેડિયન વિપુલ ગોયલ, બલરાજ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત તંવર સહિત અન્ય કલાકારોને પણ કડક ફટકાર લગાવી હતી. કોર્ટે નોંધ્યું કે શોમાં દિવ્યાંગ બાળકો અને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA)થી પીડિત લોકો અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અત્યંત અયોગ્ય અને અસંવેદનશીલ હતી.
આદેશનું ઉલ્લંઘન થશે તો 30 લાખ સુધીનો થઈ શકે દંડ
સુપ્રીમ કોર્ટે તમામ સંબંધિત કોમેડિયન્સને બે અઠવાડિયામાં 3-3 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આદેશનું પાલન થયાનું એફિડેવિટ પણ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે ચેતવણી આપી હતી કે જો આદેશનું પાલન નહીં થાય તો આગામી વખતે દંડની રકમ વધારીને 30 લાખ રૂપિયા સુધી કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું
કોર્ટે અગાઉ સમય રૈના અને અન્યને જાહેરમાં માફી માગવા તેમજ દર મહિને બે વિશેષ શો યોજીને દિવ્યાંગોના સારવાર માટે ફંડ એકત્ર કરવાની સૂચના પણ આપી હતી. સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરીએ દલીલ કરી હતી કે આ મામલો વળતર મેળવવાનો નહીં પરંતુ દિવ્યાંગ લોકોના ગૌરવ અને સન્માનની રક્ષા કરવાનો છે. 'ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોમાં દિવ્યાંગ વ્યક્તિઓની મજાક ઉડાડવાના મુદ્દે વિવાદ હજુ પણ યથાવત છે અને સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવી રહી છે.
આ પણ વાંચો : Palestineના વિશ્વસનીય ભાગીદાર તરીકે જોડાયેલું રહેશે ભારત, ટૂ-સ્ટેટ સોલ્યુશનને આપ્યું સમર્થન