શરદ પવારને બારામતીથી પુણેના રુબી હોલ ક્લિનિકમાં સારવાર માટે લઇ જવાયા હતા.
શરદ પવારના સ્વાસ્થ્ય અંગે ચિંતા
બારામતી તાલુકાના કાઠેવાડીમાં દિવંગત નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારના બેસણામાં સામેલ થવા માટે શરદ પવાર બારામતી આવ્યા હતા. પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમના આગામી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. શરદ પવારને સવારથી જ શરદી-ખાંસી અને તાવની ફરિયાદ હતી. જેને ધ્યાનમાં રાખીને સવારે જ તબીબની એક ટીમ બારામતીના ગોવિંદબાગ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. અને સારવાર શરુ કરી હતી.
પુણેની રુબી હૉસ્પિટલમાં સારવાર
શરદ પવારને પુણેની રુબી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની પુત્રી સાંસદ સુપ્રિયા સુળે તેમની સાથે ઉપસ્થિત હતા. અને તેઓએ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. શરદ પવારની આગામી સારવાર પુણેની રુબી હૉસ્પિટલમાં કરવામાં આવશે. શરદ પવારને શરદી-ખાંસીની ફરિયાદ હોવાથી તેઓએ પ્રોટેક્ટર માસ્ક પહેર્યુ હતુ. અને મેડિકલ સપોર્ટ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર છે બીમાર
અજિત પવારના નિધન બાદ શરદ પવાર સતત બીમાર છે. અને તેમની સારવાર યથાવત છે. તો સાથે જ મહારાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોના કારણે તેમની વ્યસ્તતા વધી ગઇ છે. તેથી તેની અસર તેમના શરીર પર જોવા મળી હતી. અજિત પવારના નિધન બાદ શરદ પવારે પક્ષના કાર્યકરો અને જનતા સાથે મુલાકાતનો દૌર યથાવત રાખ્યો હતો. જેના કારણે તેમની તબિયત વધુ લથડી હતી.
આ પણ વાંચોઃ Nigeriaમાંન માર્ગ અકસ્માતમાં ટ્રક પલટી જતાં 30ના મોત, અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ













