ઉત્તર નાઇજીરિયામાં ટ્રક અકસ્માતમાં 30 લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

સ્ટેરિંગ પરથી ગુમાવ્યો કાબૂ

ઉત્તર નાઇજીરિયાના કાનો રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. ગેઝાવા વિસ્તારમાં ઝડપી ગતિએ આવતી ટ્રકના ડ્રાઇવરે ટ્રક પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે તે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજ્યપાલે ઘટના માટે દુઃખ કર્યુ વ્યક્ત

ટ્રક કાનોના ગુજુંગુ શહેર તરફ મુસાફરો અને માલસામાન લઈ જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. ગવર્નર અબ્બા કબીર યુસુફના પ્રવક્તા સુનુસી બાતુરના નિવેદન અનુસાર, ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલે આ ઘટનાને દુઃખદ ગણાવી છે.

આ પણ વાંચોઃ Pakistanની Bangladesh માટેની ખુશામત બની રહી છે ચર્ચાનો વિષય, જાણો શું છે મામલો?

  • Follow us on: