કેટલાક ચાલતા વાહનો ભૂસ્ખલનમાં દટાઈ ગયા હતા અને લોકો ભાગતા જોવા મળ્યા હતા.
પથ્થરનો પહાડ તૂટ્યો
હિમાચલ પ્રદેશથી ચોમાસાના વિદાય પછી, શિમલામાં એક મોટો ભૂસ્ખલન થયો છે. બુધવારે શહેરમાં ધાલી-સંજૌલી બાયપાસ પર એક મોટો ભૂસ્ખલન થયો હતો. જેમાં અનેક ચાલતા વાહનો દટાઈ ગયા હતા. જેમાં કેટલાક લોકો પોતાના જીવ બચાવવા દોડતા હતા. કેટલાક વાહનો ભૂસ્ખલનમાંથી બચવામાં સફળ થયા હતા. હિમાચલ પ્રદેશમાં હવામાન ખરાબ રહ્યું હતું અને શિમલા શહેર અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
વરસાદની કરાઇ આગાહી
ધાલીમાં આ ભૂસ્ખલનનું સ્થાન એક બ્લેક સ્પોટ છે અને અહીં પહેલા પણ ઘણી વખત ભૂસ્ખલન થયું છે. આ સ્થળની સામે એક મંદિર પણ છે. વીડિયોમાં જોવા મળે છે કે હાઇવે પર ઘણા વાહનો પાર્ક કરેલા છે. હવામાન વિભાગે 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી પણ કરી છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, શિમલા સહિત આસપાસના વિસ્તારોમાં બુધવારે હવામાન ખરાબ રહ્યું હતું અને વરસાદ પણ નોંધાયો હતો. આ દરમિયાન ઢલી બાયપાસ પાસે અચાનક પર્વતનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો અને હાઇવે પર કાટમાળ વરસી પડ્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લેન્ડસ્લાઇડ શરૂ થતાં જ કેટલાક વાહનો ઝડપથી પસાર થઈ જાય છે, પરંતુ એક-બે ગાડીઓ કાટમાળ નીચે ફસાઈ જાય છે. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ તેની ઝપેટમાં આવ્યા છે.
આ પણ વાંચોઃ દર વર્ષે 5 સે.મી. તિબેટ તરફ ખસી રહી છે ભારતીય પ્લેટ, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપનું જોખમ
