અંતરિક્ષની દુનિયાામા આતુરતાથી રાહ જોવાઇ રહી છે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO), Axiom Space અને SpaceX વચ્ચે એક બેઠક થઇ હતી, જેમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં એ વાતની પુષ્ટી થઇ છે કે ફાલ્કન 9 રોકેટમાં લિક્વીડ ઓક્સીજન લીકની સમસ્યાને હલ કરી દેવામાં આવી છે. સાથે જ Ax-04 મિશન માટે નવી તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે હવે 19 જૂને શુભાંશુ શુક્લાનું મિશન લોન્ચ કરવામા આવશે.


 લિક્વીડ ઓક્સીજન લીકની સમસ્યાને હલ કરી દેવામાં આવી

ગયા અઠવાડિયે 10 જૂને Axiom-4 મિશનની શરૂઆત ટળી ગઇ હતી, કેમકે ફાલ્કન 9 રોકેટમાં લિક્વીડ ઓક્સીજન લીક થયુ હતુ, આ લીક રોકેટ બૂસ્ટરમાં થયુ હતુ જેનાથી લોન્ચીંગને રોકવામા આવ્યુ હતુ ISRO, Axiom Space અને SpaceXના વિશેષજ્ઞોએ મળીને આ પ્રોબ્લેમને સોલ્વ કરી દીધો હતો.

રોકેટના બૂસ્ટરને ફરીથી તપાસ કરવામાં આવી 

બેઠકમાં નક્કી થયુ કે તમામ પ્રકારના સમારકામ પછી રોકેટના બૂસ્ટરને ફરીથી તપાસ કરવામાં આવી અને હવે તે એકદમ સુરક્ષીત છે. ISROના ચેરમેને આ નિર્ણયની પ્રશંસા કરી હતી, ટીમે મિશનને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી છે.

Zvezda સર્વિસ મોડ્યુલની તપાસ

Axiom Spaceએ NASA સાથે મળીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર Zvezda સર્વિસ મોડ્યુલમાં એક દબાણની અસામાન્યતાની (pressure anomaly) તપાસ શરૂ કરી દીધી છે. આ મોડલ રશિયાનો ભાગ છે હાલમાં જેનુ સમારકામ કરવામાં આવ્યુ છે. Axiom Spaceએ કહ્યુ કે NASA સાથે મળીને આ સમસ્યાનો હલ શોધી રહી છે. આ તપાસ મિશનની સુરક્ષા માટે જરૂરી છે, હજુ સુધી કોઇ ખતરો નથી પણ સાવધાની રાખવી જરૂરી છે. 

  • Follow us on: