શુભાંશુ શુક્લાનું એક્સ -4 મિશ 30 જૂન સુધી અથવા જુલાઈના મધ્યભાગમાં લોન્ચ થઈ શકે છે. નાસાના ડાના વાગલ અનુસાર ISS પર ટ્રાફિક અને ટેકનિકલ સમસ્યાઓ લોન્ચ વિન્ડો પર અસર કરે છે. હવામાન અને LOX લીકેજના કારણે મોડુ થયું હતું. આ મિશન ભારતની સ્પેસ ટેકનોલોજી માટે બહુ મોટુ પગલુ છે.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનિં એક્સ-4 મિશન, જેનું લોન્ચિંગ 3 વખત ટળી ગયું છે. તે ક્યારે આંતરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના થશે, તેનો ખુલાસો NASAએ કર્યો છે. નાસાએ લોન્ચ વિન્ડો વિશે માહિતી આપી છે. તેમનું મિશન ભારતની સ્પેસ ટેકનોલોજી માટે એક મોટુ પગલુ છે. આવો સમજાવીયે કે તેઓ ક્યારે સ્પેસ સ્ટેશન જશે?













