CJP નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસને બુધવારે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવાના મામલે પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આવા પ્રદર્શનો પર પ્રતિબંધ છે. આ કાર્યવાહીની ટીકા કરતા, CJPના સ્થાપક અભિજીત દીપકે સરકાર પર નિશાન સાધ્યું હતું.


ગુનો શું હતો કે જેલમાં મોકલ્યા ? - અભિજિત દીપકે 

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે આશુ અને સૌરવને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમનો ગુનો શું હતો? જંતર-મંતર પર ત્રિરંગો લહેરાવવો. થોડી હિંમત બતાવો. જો તમે અસંમતિના અવાજોને દબાવવા માટે આટલા જ મક્કમ હોવ, તો આવી કાયરતાપૂર્ણ યુક્તિઓનો આશરો લેવાને બદલે, સત્તાવાર રીતે કટોકટી (ઇમરજન્સી) જાહેર કરવાની હિંમત બતાવો.


CJP નેતાઓ સામે અનેક આરોપો હેઠળ કેસ નોંધાયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ત્રણેય નેતાઓ સામે અનેક આરોપો હેઠળ કેસ નોંધ્યા છે. તેમાં અનધિકૃત પ્રવેશ, પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન, શાંતિ જાળવવાના બોન્ડની શરતોનો ભંગ અને સરકારી ફરજ બજાવતા જાહેર સેવકના કાર્યમાં અવરોધ ઊભો કરવાનો સમાવેશ થાય છે. પોલીસની આ કાર્યવાહી બાદ, ત્રણેયને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ની કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

https://x.com/abhijeet_dipke/status/2110209061556002969?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110209061556002969%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

CJP નેતાઓને આજે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાશે

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ - આશુતોષ રંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદે ને પરવાનગી વિના જંતર-મંતર વિસ્તારમાં પ્રવેશવાના કથિત આરોપસર અટકાયતમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેયને બુધવારે સવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મંગળવારે સવારે વિરોધ સ્થળ પર જવા માટે બેરિકેડ્સ ઓળંગીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા બાદ પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. 

https://x.com/ANI/status/2110216371137355932?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110216371137355932%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

જંતર મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી કરાયુ દૂર

તાજેતરમાં જંતર-મંતરને વિરોધ પ્રદર્શનો માટે નિર્ધારિત સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણેય નેતાઓએ મંગળવારે બેરિકેડ્સ તોડીને જંતર-મંતરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસનું કહેવું છે કે જંતર-મંતર હવે વિરોધ પ્રદર્શનો માટે અધિકૃત સ્થળ નથી તેથી, પરવાનગી વિના ત્યાં પહોંચવા અને પ્રદર્શન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અનેક રાજ્યોમાં હાલમાં ચાલી રહેલી 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા સામે વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોના નેતાઓ વિરોધ કરી રહ્યા છે અને આ પ્રક્રિયાને તાત્કાલિક અટકાવવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, આ મામલો અદાલત સુધી પહોંચ્યો છે અને આ મુદ્દે ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: RBI Repo Rate: લોન લેનારાઓને ઝટકો... RBIએ 0.25 ટકાનો રેપોરેટમાં કર્યો વધારો