શિલોંગમાં ચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસના તમામ આરોપીઓને કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. મેઘાલય પોલીસે સોનમ સહિત અન્ય પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગ્યા હતા.


આના પર કોર્ટે તમામ આરોપીઓના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ દરમિયાન હવે સૌથી મોટો સવાલ એ છે કે હત્યા કેસનો માસ્ટરમાઈન્ડ કોણ છે?

સોનમ અને રાજે પોતાના ગુનાનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ સમગ્ર મર્ડર કેસનું માસ્ટરમાઈન્ડ કોણ છે, તેને લઈને બંને એકબીજા પર બ્લેમ ગેમ રમી રહ્યા છે. શિલોંગ પોલીસના DIG ડેવિસ એનઆર માર્કે મીડિયા સાથે વાતચીત કરતાં હેરાન કરનારી વાત કહી છે.

DIG મુજબ હત્યા બાદ સોનમ રઘુવંશીએ પોતાના પતિની લાશને ઉઠાવીને ખીણમાં ફેંકવા માટે ત્રણ કોન્ટ્રાક્ટ કિલર્સની મદદ કરી હતી. હત્યા કર્યા બાદ બધા આરોપીઓ બે સ્કૂટી પર 10 કિલોમીટરની મુસાફરી કરી હતી. ત્રણ કોન્ટ્રાક્ટ કિલર બે સ્કૂટી પર ગુનાના સ્થળે પહોંચ્યા હતા.

હત્યા કર્યા બાદ એક સ્કૂટી પર બે શૂટર, જ્યારે બીજી સ્કૂટી પર સોનમ અને એક શૂટર બેસીને ઘટનાસ્થળથી નીકળ્યા ગયા. રાજાના મૃતદેહને ખીણમાં ફેંકવામાં પણ સોનમ સામેલ હતી.

મર્ડર કેસનું માસ્ટરમાઈન્ડ કોણ?

DIGનું કહેવું છે કે સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ પોતાનો ગુનો સ્વીકાર લીધો છે, પરંતુ બંને માસ્ટરમાઈન્ડની ઓળખ પર એકબીજા પર બ્લેમ કરી રહ્યા છે. સોનમ કહે છે કે રાજે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જ્યારે રાજનો આરોપ છે કે આખી યોજના સોનમની હતી.

હત્યા પહેલા સોનમ અને રાજા પાસે કુલ 4 મોબાઈલ ફોન હતા, જેમાંથી માત્ર એક મોબાઈલ મળી આવ્યો છે. ત્રણ મોબાઈલ ફોન હજુ પણ ગુમ છે, જેમાં આ ષડયંત્ર સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ રહસ્યો હોવાની શક્યતા છે. તેની શોધમાં પોલીસ ટીમ જોડાયેલી છે અને આરોપીઓ પાસેથી તેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવશે.

પોલીસ રિમાન્ડમાં ખુલશે અનેક રહસ્યો

કોર્ટે આ મામલામાં સોનમ, રાજ અને ત્રણેય શૂટર્સને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. પોલીસને આશા છે કે આ આઠ દિવસમાં હત્યાનું આખું કાવતરું બહાર આવશે. આ સાથે જ તમામ આરોપીઓની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ જશે. મળતી માહિતી મુજબ પોલીસ આરોપીઓના રિમાન્ડને વધુ લંબાવવાની માગ કરી શકે છે. 

  • Follow us on: