ઉત્તરપ્રદેશના ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થયું, તે કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને કહ્યું કે તેમની અરજી પર ઝડપી સુનાવણી કરવામાં આવે અને 3 મહિનાની અંદર નિર્ણય લેવામાં આવે. આ અરજી 10 વર્ષની સજાને પડકારતી છે.


જામીન અરજી પર સુનાવણી કરવાથી ઈનકાર

સુપ્રીમ કોર્ટની બેન્ચમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ એન.વી.અંજારિયા સામેલ હતા. તેમને હાઈકોર્ટના 19 જાન્યુઆરીના આદેશને પડકારતી કુલદીપ સિંહ સેંગરની જામીન અરજી પર સુનાવણી કરવાથી ઈનકાર કર્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ સ્તર પર હસ્તક્ષેપની જરૂર નથી. એ પણ કહેવામાં આવ્યું કે જો પીડિત પરિવારે કોઈ અપીલ દાખલ કરી છે તો હાઈકોર્ટને કુલદીપ સિંહ સેંગરની અરજીની સાથે સાથે તેની પર પણ એક સાથે સુનાવણી કરવી જોઈએ. કોર્ટે જણાવવામાં આવ્યું કે કુલદીપ સેંગરની અપીલ પર દિલ્હી હાઈકોર્ટમાં 11 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે 13 માર્ચ 2020એ એક ટ્રાયલ કોર્ટે કુલદીપ સેંગરને રેપ પીડિતાના પિતાના મોત મામલે 10 વર્ષની કેદની સજા સંભળાવી હતી.

9 એપ્રિલ 2018એ પોલીસ કસ્ટડીમાં તેમનું મોત થયું હતું

તેની સાથે જ 10 લાખ રૂપિયા દંડ પણ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પરિવારે એકમાત્ર કમાણી કરનારા વ્યક્તિના મોત મામલે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવી શકાય નહીં. રેપ પીડિતાના પિતાને કુલદીપ સિંહ સેંગરના કહેવા પર આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. 9 એપ્રિલ 2018એ પોલીસ કસ્ટડીમાં તેમનું મોત થયું હતું.

જો કે ટ્રાયલ કોર્ટે કુલદીપ સિંહ સેંગરને હત્યાના દોષી ના માન્યા પણ IPCની કલમ 304 હેઠળ દોષી ઠેરવીને વધારે સજા આપી હતી. કુલદીપ સિંહ સેંગરની વિરૂદ્ધ સગીર સાથે રેપના મુખ્ય કેસમાં ડિસેમ્બર 2019માં આજીવન કેદની સજા સંભળાવી હતી. તે નિર્ણયની વિરૂદ્ધ તેમની અપીલ પણ દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

આ પણ વાંચો : Chhattisgarh : આદિવાસી પ્રદર્શન જોઈને મંત્રમુગ્ધ થયા ગૃહપ્રધાન અમિત શાહ, બસ્તર પંડુમના વિજેતાઓનું કર્યું સન્માન


  

  • Follow us on: