પોતાના ભાઈ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અવસાન બાદ તેમની બહેન અને એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા સુપ્રિયા સુલેએ ફરી એકવાર તેમને યાદ કર્યા છે. ભાઈબીજના અવસરે, સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો અને સાથે જ પોતાના ભાઈને સંબોધીને એક હૃદયસ્પર્શી સંદેશ પણ લખ્યો. આ પોસ્ટમાં તેમણે વ્યક્ત કર્યું કે, તેમના ભાઈ વિનાની આ પહેલી દિવાળી અને પહેલી ભાઈબીજ તેમના પરિવાર માટે કેટલી મુશ્કેલ રહી છે.
સોશિયલ મીડિયા પરની આ પોસ્ટમાં સુપ્રિયા સુલેએ અજીત પવારને 'દાદા' (મોટા ભાઈ) તરીકે સંબોધ્યા છે. તેમણે લખ્યું કે, આ વર્ષે ભાઈબીજનો તહેવાર પહેલા જેવો રહ્યો નથી. દર વર્ષે બધી બહેનો આ દિવસની આતુરતાથી રાહ જોતી હતી, પરંતુ આ વખતે તેમની ગેરહાજરીને કારણે તહેવારનો આનંદ માત્ર યાદોમાં ફેરવાઈ ગયો છે.
https://x.com/supriya_sule/status/2120341294308638895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2120341294308638895%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
પોતાના સંદેશમાં તેમણે લખ્યું, "દાદા, તમારા વિના આ પહેલી દિવાળી અને પહેલી ભાઈબીજ છે. અમે બહેનો દર વર્ષે આ દિવસની કેટલી આતુરતાથી રાહ જોતી હતી! પરંતુ આ વખતે જ્યારે ભાઈબીજ આવી, ત્યારે તમારી અસંખ્ય યાદો મારા મનમાં તાજી થઈ ગઈ. આપણે સાથે બેસીને વાતો કરતા, હસતા અને મુસ્કુરાતા હતા. હું આજે પણ તમને મારી આંખો સામે જોઈ શકું છું, જે અમારી ખુશીઓમાં સામેલ થતા હતા. જે ક્ષણો એક સમયે ખૂબ સામાન્ય લાગતી હતી, તે હવે અત્યંત કિંમતી લાગે છે. દાદા, આજે તમારી ગેરહાજરી ઊંડી પીડા આપે છે. અમે બધી બહેનો તમને કેટલું યાદ કરીએ છીએ, તે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. તમે અમારી યાદોમાં અને અમારા હૃદયમાં હંમેશા જીવંત રહેશો."
અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવારનું 28 જાન્યુઆરી, 2026ના રોજ એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેમનું વિમાન બારામતી એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે અકસ્માતનો ભોગ બન્યું હતું. અહેવાલો અનુસાર, તે સમયે તે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતું અને દૃશ્યતા (વિઝિબિલિટી) ખૂબ ઓછી હતી. આ દુર્ઘટનામાં અજીત પવાર સહિત વિમાનમાં સવાર તમામ લોકોના મૃત્યુ થયા હતા. તેમના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણને મોટો આંચકો લાગ્યો હતો. તેમના પરિવાર માટે આ એક એવી ખોટ હતી જે ક્યારેય પૂરી ન થઈ શકે. ભાઈ બીજના અવસરે સુપ્રિયા સુલેની આ ભાવુક પોસ્ટ ભાઈ-બહેન વચ્ચેના સંબંધ અને તેની સાથે જોડાયેલી યાદોને વ્યક્ત કરે છે.
આ પણ વાંચો: Covid New Variant: કોરોનાનો નવો વેરિઅન્ટ કેટલો ખતરનાક? શું જૂની વેક્સિન કરશે કામ?