દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં આવેલી એનાઈએ સ્પેશ્યલ કોર્ટે 26/11 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ અને આરોપી તહવ્વુર રાણાની કસ્ટડી 13 ઓગસ્ટ 2025 સુધી વઘારી દીધી છે. રાણાની આગળની કસ્ટડી પુરી થયા બાદ તેને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. રાણા વિરુદ્ધ NIA આતંકવાદના ગંભીર ગુનાઓ વિશે તપાસ કરી રહી છે.
NIAએ તહવ્વુર હુસૈન રાણા વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં રાણાની ભૂમિકાને લઈને નવા તથ્યો અને ખુલાસાઓ થયા છે.
13 ઓગસ્ટે કોર્ટમાં થશે સુનાવણી
કોર્ટે સપ્લિમેન્ટ્રઈ ચાર્જશીટના નિર્ણય માટે 13 ઓગસ્ટ 2025ની તારીખ નકકી કરી છે. NIAની ચાર્જશીટમાં રાણાની પાકિસ્તાન સેના અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સાથે કાવતરામાં સંડોવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.
રાણાએ પરિવાર સાથે વાત કરવાની કરી માંગ
તહવ્વુર રાણાએ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેણે નિયમિત સમયના અંતરે તેના પરિવાર સાથે ફોનમાં વાતચિત કરવાની માંગ કરી છે. NIA કોર્ટ 15 જુલાઈના રોજ આ નિર્ણય પર સુનવણી કરશે.
હુસૈન રાણાએ પુછપરછ દરમિયાન ગણા મોટા ખૂલાસાઓ કર્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાણાએ પાકિસ્તાનની સેના અને ખૂફિયા એજન્સીઓના આ હુમલામાં સંલિપ્તતાની વાત સ્વીકારી છે. તેણે એ પણ કબૂલ કર્યું છે કે તે 26/11ના હુમલાઓ દરમિયાન મુંબઈમાં હાજર હતો અને ખૂબ મોટા ષડયંત્રનો ભાગ હતો.
NIAની પૂછપરછ શરૂ
તહવ્વુર રાણા આ સમયે દિલ્હીની તિહાડ જેલમાં NIAની કસ્ટડીમાં છે. તે 26/11 હુમલાથી જોડાયેલી ઘટનામાં પૂછપરછના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જે ઘટનામાં 166 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.