તમિલનાડુની ફાઈનલ મતદાર યાદીમાં ડ્રાફ્ટ લિસ્ટની તુલનામાં 23,30,624 મતદારોનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ફાઈનલ યાદીમાં 5,67,07,380 મતદારો છે. તેમાં 2,77,38,925 પુરૂષ અને 2,89,60,838 મહિલાઓ અને થર્ડ જેન્ડરના 7,617 મતદારોનું રજિસ્ટ્રેશન થયું છે.
4.23 લાખ અયોગ્ય મતદારોને દૂર કરવામાં આવ્યા
આ લિસ્ટમાં 18-19 વર્ષની ઉંમરના મતદારોની સંખ્યા 12,51,000 છે. દિવ્યાંગજનોની સંખ્યા 4.63 લાખ છે. રાજ્યમાં વરિષ્ઠ નાગરિક મતદાતાઓની(85+) સંખ્યા 3.99 લાખ છે. રાજ્યમાં ગયા વર્ષે 19 ડિસેમ્બર 2025થી 30 જાન્યુઆરી 2026 સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા અથવા કમી કરવા માટે કે વાંધા દાખલ કરવાના સમયગાળા દરમિયાન 27.53 લાખ મતદારોના નામ જોડવામાં આવ્યા અને 4.23 લાખ અયોગ્ય મતદારોને દૂર કરવામાં આવ્યા છે.
ફાઈનલ મતદાર યાદી કરાઈ જાહેર
યોગ્ય મતદારોની યાદી સાથે ફાઈનલ મતદાર યાદી 23 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી છે. 27-10-2025 સુધીની મતદાર યાદીમાં 6,41,14,587 મતદારોનું રજિસ્ટ્રેશન હતું. SIR 2026 અંતગર્ત ગણતરી પૂર્ણ થયા બાદ 19-12-2025એ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઈ, જેમાં કૂલ મતદાતાઓની સંખ્યા 5,43,76,756 હતી.
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ તમિલનાડુ રાજ્યમાં 27 ઓક્ટોબર 2025થી 23 ફેબ્રુઆરી 2026 સુધી મતદાર યાદીનું SIR કરવામાં આવ્યું, ફાઈનલ મતદાર યાદી 23 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી. જે મુજબ રાજ્યમાં ફાઈનલ યાદીમાં 5,67,07,380 મતદારો છે. તેમાં 2,77,38,925 પુરૂષ અને 2,89,60,838 મહિલાઓ અને થર્ડ જેન્ડરના 7,617 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Anil Ambaniને બેન્ક ફ્રોડ કેસમાં મોટો ઝટકો, હાઈકોર્ટે આ માગણી ફગાવી દીધી