તમિલનાડુના સલાઈપુથુર ગામમાં દીકરાએ પોતાના 70 વર્ષના પિતાના દુઃખને દૂર કરવા માટે તાડના ઝાડની આસપાસ સીડીઓ લગાવી છે.
આજના સમયનો શ્રવણ
ઘણા લોકોને રોજિંદા જીવન જીવવા માટે દરરોજ ઘણા ફૂટ ઊંચા ઝાડ પર ચઢવું પડે છે. જોખમ તો સતત રહે છે, પરંતુ પોતાના પરિવાર અને આજીવિકા માટે લોકો દરેક જોખમ લે છે. તમિલનાડુમાં ખેડૂતના દીકરાએ પોતાના 70 વર્ષના પિતા માટે કંઈક એવું ખાસ કર્યું કે લોકો સતત તેમની પ્રશંસા કરી રહ્યા છે. આ અસાધારણ ચાતુર્ય અને દીકરાના પિતા પ્રત્યેના પ્રેમે લોકોના દિલ જીતી લીધા છે.
ઝાડ પર બનાવી લોખંડની સર્પાકાર સીડી
એક ખેડૂતના દીકરાએ પોતાના વૃદ્ધ પિતાને મદદ કરવા માટે તાડના ઝાડની આસપાસ 55 ફૂટ ઊંચી લોખંડની સર્પાકાર સીડી બનાવી છે. વૃદ્ધાવસ્થાને કારણે ઝાડ પર યોગ્ય રીતે ચઢી ન શકતા તેના પિતાએ પોતાનું કામ સરળ અને સલામત બનાવવા માટે આ અનોખી પદ્ધતિ શોધી કાઢી છે.
સ્થાનિકો અને યુઝર્સનું ખેંચ્યુ ધ્યાન
દિનાકરનો પરિવાર પેઢીઓથી તાડના ઝાડના વ્યવસાયમાં સંકળાયેલો છે. તેના પિતા 70 વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે. આટલી ઊંચાઈ પર ચઢવું તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે, તેથી પુત્રએ પિતાની સલામતીને ધ્યાનમાં રાખીને ઝાડની આસપાસ મજબૂત લોખંડની સીડીઓ ઉભી કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સ અને સ્થાનિકો પિતા પ્રત્યેના પ્રેમ માટે પુત્રની પ્રંશસા કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ 25 નહીં હવે 21 વર્ષે જ બની શકાશે MP-MLA! તેલંગાણાના CM રેવંત રેડ્ડીનો Gen-Z પર માસ્ટરસ્ટ્રોક
