તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં જપ્તીનો આંકડો 1,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ 26 ફેબ્રુઆરીથી 22 એપ્રિલ 2026 સુધી ESMS સિસ્ટમ હેઠળ કુલ 1,072.13 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2046909412208713962
પશ્ચિમ બંગાળમાં 473 કરોડની સામગ્રી જપ્ત
આમાં તમિલનાડુમાંથી 599.24 કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળમાંથી 472.89 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા સામાનમાં રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને મતદારોને આકર્ષવા માટે આપવામાં આવતી ફ્રીબીઝનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ભયમુક્ત રહે તે માટે ચૂંટણી પંચે બંને રાજ્યોમાં 5,000થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોને તૈનાત કરી છે. આ ટીમો સતત દેખરેખ રાખી રહી છે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય.
વિધાનસભા ચૂંટણી દરમિયાન એજન્સીની કડકાઈ
ચૂંટણી પંચે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે આચારસંહિતા ભંગની ફરિયાદ માટે C-Vigil Appનો ઉપયોગ કરે. આ એપ દ્વારા લોકો સીધી રીતે ફરિયાદ નોંધાવી શકે છે અને તાત્કાલિક કાર્યવાહી શક્ય બને છે. પંચે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર નાણાં અને સામગ્રીનો ઉપયોગ લોકશાહી પ્રક્રિયાને અસર કરી શકે છે, તેથી કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ પગલાંનો હેતુ સ્વચ્છ અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવો છે.
આ પણ વાંચો : I-PAC કેસ મામલે SCની મમતાને ફટકાર, કહ્યું 'CMએ લોકતંત્રને જોખમમાં મૂક્યું'