સોશિયલ મીડિયા પર સ્માર્ટફોન સાથે થતા અજીબોગરીબ અને ખતરનાક પ્રયોગોના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એપલના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro Max સાથે એક એવો જ ચોંકાવનારો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને જોઈને ટેક્નોલોજી પ્રેમીઓ પણ દંગ રહી ગયા છે. આ વાયરલ વીડિયોમાં એક નવા બર્ગન્ડી રંગના આઇફોનને પૂરી ત્રણ મિનિટ સુધી ઉકળતી ચામાં ડૂબાડીને રાખવામાં આવ્યો હતો.
સીધી ઉકળતી ચામાં નાખ્યો iPhone 18 Pro Max
ઘટનાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી રહેલા બે યુવકો રસ્તાની બાજુમાં આવેલી એક ચાની દુકાન પર જાય છે. નવા લોન્ચ થયેલા આઇફોનનું થર્મલ પ્રોટેક્શન અને વોટર રેઝિસ્ટન્સ ચેક કરવાના નામે તેઓ આ જોખમી પગલું ભરે છે. વીડિયોમાં કેમેરા ચાલુ કરીને તેઓ સ્પષ્ટ કહેતા સાંભળવા મળે છે કે, "ચાલો જોઈએ કે નવા આઇફોનનું થર્મલ પ્રોટેક્શન કેટલું શક્તિશાળી છે." આટલું બોલીને તેઓ બ્રાન્ડ ન્યૂ iPhone 18 Pro Max ને સીધો જ ઉકળતી ચાના વાસણમાં મૂકી દે છે.
3 મિનિટ બાદ તેને બહાર કઢાયો
આ પ્રયોગ દરમિયાન ચામાં ફોનને પૂરી ત્રણ મિનિટ સુધી સતત ઉકાળવામાં આવે છે. ત્રણ મિનિટ પછી જ્યારે ફોનને ચાના વાસણમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેની ઉપર જામેલી ચા અને ગંદકીને સાફ કરવા માટે તેને સાદા પાણીથી ધોવામાં આવે છે.
https://twitter.com/Bhuvan_RJ46/status/2101319466437206135
કેમેરાના લેન્સની અંદર ભેજ પ્રવેશ્યો
શરૂઆતમાં એવું લાગતું હતું કે આઇફોનનું મજબૂત બિલ્ડિંગ અને વોટરપ્રૂફિંગ તેને બચાવી લેશે. પરંતુ, જ્યારે ફોનને ચાલુ કરીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેનો અસલી દ્રશ્ય સામે આવ્યો. ફોન ચાલુ તો થઈ ગયો અને કેમેરા પણ ઓન થયો, પરંતુ ઉકળતી ચાની ગરમી અને ભેજને કારણે કેમેરાના લેન્સની અંદર ધુમ્મસ અને ભેજ (Moisture) પ્રવેશી ગયો હતો. આ પ્રયોગ સાબિત કરે છે કે ભલે સ્માર્ટફોન પાણી અને સામાન્ય છાંટા સામે સુરક્ષિત હોય, પરંતુ લાંબા સમય સુધી ઉકળતા પ્રવાહી કે અત્યંત ઊંચા તાપમાનમાં તેને રાખવાથી ફોનને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચોઃ White House માં એવું તો શું થયું કે મીડિયાએ ડોનાલ્ડ ટ્રમ્પનો કર્યો બહિષ્કાર? કવરેજ કરવાનું કર્યુ અચાનક બંધ