ભારતે 23 ઓગસ્ટ, 2023ના રોજ એક ઇતિહાસ રચ્યો હતો, જે સમગ્ર વિશ્વે જોયો હતો અને ભારતની વૈજ્ઞાનિક શક્તિનો સ્વીકાર કર્યો હતો. આજના દિવસે ભારત ચન્દ્ર પર ઉતરનાર વિશ્વનો ચોથો દેશ બન્યો હતો. આ ઐતિહાસિક પળને સ્મૃતિરૂપે સ્નેહપૂર્વક ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને 'રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ' તરીકે ઘોષિત કર્યો હતો.


23 ઓગસ્ટના દિવસે ભારત "નેશનલ સ્પેસ ડે"

હવે દર વર્ષે 23 ઓગસ્ટના દિવસે ભારત "નેશનલ સ્પેસ ડે" તરીકે ઉજવે છે. આ અવસરે વડાપ્રધાન મોદી અને ISROના ચેરમેન વી. નારાયણનએ ભારતની અંતરિક્ષ શક્તિ અને આગામી મિશન ગગનયાન વિષે માહિતી આપી.

PM મોદીનો સંદેશ.."આર્યભટ્ટથી ગગનયાન સુધી

PM મોદીએ સ્પેસ ડેના અવસરે વિડીયો સંદેશમાં કહ્યું કે આ વખતે સ્પેસ ડેની થીમ છે 'આર્યભટ્ટથી ગગનયાન સુધી'. આ થીમમાં આપણો વૈજ્ઞાનિક ભૂતકાળનો વિશ્વાસ છે અને ભવિષ્ય માટેનો સંકલ્પ પણ છે. આજે અમે જોઈ રહ્યા છીએ કે કેટલા ઓછા સમયમાં સ્પેસ ડે આપણા યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનું કારણ બની ગયો છે. આ દેશ માટે ગૌરવની વાત છે. હું સ્પેસ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકો અને યુવાનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

ISRO ચીફનો મહત્વપૂર્ણ ખુલાસો

ISROના અધ્યક્ષ વી. નારાયણને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસે મિશન ગગનયાન અંગે જણાવ્યું કે અમારા ગગનયાત્રીઓમાંથી એકને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS) પર મોકલવો એ એક મોટી સિદ્ધિ છે. આ વિચાર PM મોદીના દૃષ્ટિકોણમાંથી આવ્યો કે પહેલા આપણા એક ગગનયાત્રીને ISS પર મોકલીને અનુભવ અપાવવો જોઈએ, પછી તેઓ ભારતના રૉકેટથી અંતરિક્ષમાં જશે. તેમણે જણાવ્યું કે શુભાંશુ શુક્લા ISS પર ગયાં અને સફળતાપૂર્વક પરત પણ આવ્યાં. બાકીના ત્રણ સહયોગીઓને પણ ભૂલવાના નથી – ચારેય ગગનયાત્રીઓ આપણા માટે સમાન રીતે મહત્વના છે."

ISROએ દર્શાવ્યું પોતાનું સ્પેસ સ્ટેશન મોડેલ

આજ સુધી આમ જનતાએ ભારતીય સ્પેસ સ્ટેશન વિશે માત્ર સાંભળ્યું હતું પરંતુ ISROએ પ્રથમવાર તેનું મોડેલ રજૂ કર્યું છે. આ સ્પેસ સ્ટેશનનું પ્રથમ મોડ્યુલ 2028 સુધી લૉન્ચ થવાનો અંદાજ છે અને એની તૈયારીઓ ચાલી રહી છે. મિશન ગગનયાન દ્વારા ભારતના ગગનયાત્રીઓ પ્રથમવાર ભારતના પોતાના અંતરિક્ષ મથકમાં પ્રવેશ કરશે.


  • Follow us on: