ભારતના શુભાંશુ શુક્લા અને 3 અન્ય અંતરિક્ષ યાત્રીઓને લઇને ગયેલું સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષ યાન ગ્રેસ હવે પાછું આવી ગયુ છે. 14 જુલાઇએ ભારતીય સમય અનુસાર સાંજે 4.35 વાગ્યે આઇએસએસના હાર્મની મોડ્યુલથી અનડોક થઇ ગયુ હતુ. અને આજે એટલે કે મંગળવારે દક્ષિણી કેલિફોર્નિયાના તટ પર પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન કર્યું.


વિજ્ઞાનની ભાષામાં સ્પ્લેશડાઉનનો મતલબ પાણીમાં લેન્ડિંગ છે. પરંતુ દરેક લોકોના મનમાં એક સવાલ અવશ્ય ઉભો થતો હશે. આખરે અંતરિક્ષ યાત્રીઓના વિમાનને પાણીમાં કેમ ઉતારવામાં આવે છે. ધરતી પર કેમ નહી. આવો જાણીએ સ્પેસક્રાફ્ટને પાણીમાં ઉતારવા એટલે કે સ્પ્લેશડાઉન શું હોય છે અને નાસાએ કેમ આને પસંદ કર્યું

શું છે સ્પ્લેશડાઉન?

સ્પેસમાંથી જ્યારે પણ કોઇ અંતરિક્ષયાત્રી પરત ફરે છે ત્યારે તે યાનને પેરાશૂટની મદદથી પાણીમાં લેન્ડ કરાવવામાં આવે છે. આ પક્રિયાને સ્પ્લેશડાઉન કહેવાય છે. પ્રશ્ન એ છે કે સ્પ્લેશ ડાઉન કેમ કરવામાં આવે છે. તો જ્યારે પણ સ્પેસક્રાફ્ટ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે. ત્યારે તેની સ્પીડ હજારો પ્રતિ કિમી એક કલાકની હોય છે. હાઇસ્પીડને કારણે ફ્રિક્શનથી વધારે ગરમી ઉત્પન્ન થાય છે જેના કારણે સ્પેસક્રાફ્ટને વધારે પડતું નુકસાન પહોંચે છે.

સ્પેસક્રાફ્ટને સ્પેશ્યિલ હીટ શીલ્ડની મદદથી સુરક્ષિત કરવામાં આવે છે. વાયુમંડળમાં પ્રવેશ બાદ સ્પેસક્રાફ્ટની સ્પીડને ઓછી કરવા માટે પેરાશૂટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઇ અંતરિક્ષ કેપસ્યુલ કોઇ સમુદ્રમાં પડે છે ત્યાં સુધી તે માત્ર 15થી 20 માઇલ પ્રતિ કલાકની ધીમી ગતિએ નીચે આવી રહ્યુ હોય છે. આ ગતિને ઓછી કરવા માટે નાસા એરોબ્રેકિંગ નામની એક ટેકનિકનો ઉપયોગ કરે છે.

સ્પ્લેશડાઉનનો ફાયદો શું?

સ્પેસક્રાફ્ટને પાણીમાં ઉતારવા પાછળ સાયન્સ અને લોજીક બન્ને છે. સ્પેસક્રાફ્ટને જ્યારે પણ પાણીમાં ઉતારવામાં આવે છે. ત્યારે તેને જમીનની તુલનામાં ઓછો ઝટકો લાગે છે. અને એના કારણે જે અંતરિક્ષ યાત્રી અને અંતરિક્ષ યાન બન્નેને ઓછું નુકસાન પહોંચે છે. આજ કારણ છે કે નાસા, સ્પેસએક્સ અને અન્ય અંતરિક્ષ એજન્સીઓ પાણી અને સમુદ્રમાં સ્પ્લેશડાઉન કરાવે છે. પાણીમાં સ્પેસક્રાફ્ટની લેન્ડિંગનું સૌથી મોટો ફાયદો એ છે કે તેની સ્થિતિ સામાન્ય અને સુરક્ષિત હોય છે. તો બીજી તરફ જમીન પર પહાડ, ઢાળ વાળા અને ઉબડ ખાબડ થવાના કારણે દુર્ઘટનાની સંભાવના વધી જાય છે.


  • Follow us on: