ભારતીય વાયુસેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ, 25 જૂન એટલે કે આજે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે ઉડાન ભરી છે. રાકેસ શર્મા બાદ તેઓ પહેલા ભારતીય છે જેઓ સ્પેસ સ્ટેશન જઈ રહ્યા છે. આ તમામની વચ્ચે જણાવી દઈએ ફાઈટર પાયલોટ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લને ઋતિક રોશનની 2024માં આવેલી ફિલ્મ ફાઈટરનું દેશભક્તિ ગીત ખુબ પસંદ છે.
શુભાંશુ શુક્લાનું મનપસંદ ગીત છે 'વંદે માતરમ'
એક ક્રુ મેમ્બરે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઋતિક રોશનની ફિલ્મ 'Fighter' (2024)નું વંદે માતરમ ગીત સૌથી વધુ પસંદ છે. આ ફિલ્મ ઈન્ડિયન એરપોર્સ અને દેશભક્તિથી ભરેલી છે. આજ ફિલ્મના વંદે માતરમ ગીતને ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ ફ્લોરિડાના કેનેડી સ્પેશ સેન્ટરના લોન્ચ પેડ 39-એની તરફ આવતી વખતે સાંભળ્યું હતું. જેથી તેઓ પોતાની પહેલી અંતરિક્ષ ઉડાન ભરી શકે.
Axiom-4 મિશન લોન્ચ થઇ ગયુ છે. કેનેડી સ્પેસ સેન્ટરથી શુભાંશુ શુક્લા અંતરિક્ષ માટે રવાના થયા છે. આખરે વારંવાર મોકૂફ રહ્યા બાદ નાસાનું એક્સિઓમ-4 મિશને સફળતા પૂર્વક અંતરિક્ષની યાત્રા માટે રવાના થયુ છે. જેમાં ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા સહિત અન્ય 3 યાત્રીઓ પણ છે. 1984માં રાકેશ શર્મા બાદ શુભાંશુ ભારતના બીજા અંતરિક્ષ યાત્રી છે. જે દેશ માટે ગર્વની એક પળ છે.
પરિવારમાં ખુશીની લાગણી
IAF ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના માતા-પિતા, સંબંધીઓ, ફ્લોરિડા, યુએસમાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પર હાજર રહ્યા. સફળતા પૂર્વક મિશન લોન્ચ થતા પરિવાર ખુશીથી ગદગદ થઇ ગયો. શુભાંશુ શુક્લાના માતા પિતા ભાવુક થઇ ગયા. તેમના અને તેમના પરિજનોના આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા.