અનુષ્કા યાદવના પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ તેજ પ્રતાપ યાદવ ફરી ચર્ચામાં આવ્યા છે. તેઓ અનુષ્કાને મળવા માટે પટના સ્થિત લંગર ટોલીમાં તેમના ઘરે પહોંચ્યા હતા. અહીં તેજ પ્રતાપે અનુષ્કાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. હાલચાલ પૂછ્યા હતા. અહીં તેઓએ પરિવાર સાથે ભોજન ગ્રહણ કર્યુ હતુ. તો સાથે જ આગામી વિષય પર ચર્ચા વિચારણા કરી હતી. આ મુલાકાત દરમિયાન અનુષ્કાના માતા-પિતા અને ભાઇ આકાશ પણ ઉપસ્થિત હતા.


મીડિયાના કેન્દ્ર સ્થાને તેજ પ્રતાપ અને અનુષ્કા

તેજ પ્રતાપ જ્યારે અનુષ્કા યાદવને મળીને તેમના ઘરની બહાર નિકળ્યા હતા. ત્યારે મીડિયાએ તેમને ઘેરી લીધા હતા. અને પ્રશ્નોનો મારો શરુ કર્યો હતો. ત્યાર આ સમયે તેજ પ્રતાપે જણાવ્યુ હતુ કે, તેઓએ પ્રેમ કર્યો છે કોઇ ગુનો નથી કર્યો. જનતાના દિલમાં તેઓ પહેલાથી જ છે. ચૂંટણીમાં જનતા જ તેમનો સાથ આપશે. પક્ષ અને પરિવારમાંથી હકાલપટ્ટી કરાતા તેમને કોઇ ફર્ક નથી પડતો તેમ પણ તેજ પ્રતાપે કહ્યુ હતુ. અનુષ્કા અને તેમના પરિવારને તેઓ મળવા માટે તેમના ઘરે આવ્યા હતા. અહીં તેઓએ સારો સમય પસાર કર્યા હોવાનું જણાવ્યુ છે.

પ્રેમ માટે પરિવારથી દૂર

જ્યારથી તેજ પ્રતાપ અને અનુષ્કા યાદવના સંબંધો જાહેર થયા છે. ત્યારથી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ભૂકંપ સર્જાયો છે. લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપને પરિવાર, સંપત્તિ અને પક્ષમાંથી બહાર કર્યા છે. તેજ પ્રતાપ યાદવે કહે છે કે, તેઓ ચૂંટણી લડશે અને જીત પણ મેળવશે. જનતાનો પ્રેમ સૌથી ઉપર છે. પરિવાર હમેંશા તેમની સાથે રહેશે. તેમ તેઓએ જણાનવ્યુ હતુ. તેજ પ્રતાપની અંગત જિંદગી હમેંશા ચર્ચામાં રહી છે. તેઓના પ્રથમ લગ્ન ઐશ્વર્યા સાથે થયા હતા. અને તે દરમિયાન તેમના પર તેમની પત્ની ઐશ્વર્યાએ મારઝૂડના આરોપ લગાવ્યા હતા. હવે તેમના સંબંધો જ્યારે અનુષ્કા યાદવ સાથે છે. તો આગામી બિહાર ચૂંટણીમાં શું પરિણામ આવશે તેના પર સૌ કોઇના નજર છે.


  • Follow us on: