તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સોમવારે ઉત્તર અને દક્ષિણ ભારતની ધાર્મિક અને રાજકીય ઓળખ વચ્ચે તુલના કરીને રાજકીય વિવાદ સર્જ્યો હતો. ભાજપે રેડ્ડીની ટિપ્પણીઓની આકરી ટીકા કરી છે અને તેને રાજકીય લાભ માટે સમુદાયોને વિભાજિત કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.

રેવંત રેડ્ડીના નિવેદનથી રાજકારણ ગરમાયું 

એક મીડિયા કાર્યક્રમ દરમિયાન, રેવંત રેડ્ડીએ ભાજપ દ્વારા 'જય શ્રી રામ'ના નારાના વારંવાર ઉપયોગ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ તે જ રીતે 'હર હર મહાદેવ'નો જયઘોષ કેમ કરતા નથી.

https://twitter.com/ANI/status/2104789479525650915

ભગવાન રામને શ્રીમંતોના અને ભગવાન શિવને ગરીબોના દેવતા ગણાવ્યા

રેડ્ડીએ કહ્યું કે આપણે દ્રવિડિયન છીએ. તેઓ આર્ય છે. આપણે ભગવાન શિવના ભક્તો છીએ, જ્યારે તેઓ ભગવાન રામના ભક્તો છે." તેમણે ભગવાન શિવને ગરીબોના દેવતા અને ભગવાન રામને શ્રીમંતોના દેવતા તરીકે વર્ણવ્યા, સાથે જ એ પણ સ્વીકાર્યું કે લોકો બંને દેવતાઓની પૂજા કરે છે. તેમની ટિપ્પણીઓનો ઉદ્દેશ્ય એ દલીલને સમર્થન આપવાનો હતો કે ઉત્તર અને દક્ષિણ ભારતની રાજકીય સંસ્કૃતિઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે.

https://twitter.com/ANI/status/2104813737081544757

રેડ્ડીએ કહ્યું હતું કે મોદીજી 'હર હર મહાદેવ' કેમ નથી બોલતા? શું ભાજપના સભ્યોએ ક્યારેય જાહેર મંચ પરથી 'હર હર મહાદેવ'નો નારો લગાવ્યો છે? તેઓ માત્ર 'જય શ્રી રામ' બોલે છે. જ્યારે આપણે 'હર હર મહાદેવ' બોલીએ છીએ ત્યારે તેમને તે ગમતું નથી." રેડ્ડીએ દાવો કર્યો હતો કે "શિવ ગરીબોના દેવતા છે, રામ શ્રીમંતોના દેવતા છે અને ભાજપ શ્રીમંતોની પાર્ટી છે."

શિવ અને રામ વચ્ચે વિભાજન ઉભુ કરવાનો આરોપ- ભાજપ 

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારે આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે રેડ્ડી પર ભગવાન શિવ અને ભગવાન રામ વચ્ચે રાજકીય વિભાજન ઊભું કરવાનો આરોપ મૂક્યો હતો.

સંજયે વડાપ્રધાન મોદીના કાશી વિશ્વનાથ મંદિર સાથેના જોડાણ પર પ્રકાશ પાડ્યો અને વેમુલાવાડાની તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેમણે રેડ્ડીના એ દાવાને નકારી કાઢ્યો કે ભાજપના નેતાઓ ભગવાન શિવના નામનો ઉલ્લેખ કરતા નથી.

કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારે ટિપ્પણી કરી હતી કે રેવંત રેડ્ડી જેમણે એક સમયે "કોંગ્રેસને મુસ્લિમો સાથે અને મુસ્લિમોને કોંગ્રેસ સાથે" સાંકળ્યા હતા. તેઓ હવે ભગવાન રામ અને ભગવાન શિવ વચ્ચે રાજકીય વિભાજનની રેખા દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

https://twitter.com/ANI/status/2103532987614933337

 તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે  જે રાજ્ય વેમુલાવાડા ('દક્ષિણ કાશી') અને ભદ્રાચલમ ('દક્ષિણ અયોધ્યા')નું ઘર છે . રેડ્ડીએ ભગવાન રામ અને ભગવાન શિવને ઉત્તર-દક્ષિણના આધારે વિભાજિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં." તેમણે ટિપ્પણી કરી કે કોંગ્રેસ પક્ષ રાજકીય એકત્રીકરણ માટે ધાર્મિક અને પ્રાદેશિક ઓળખનો લાભ ઉઠાવી રહ્યો છે અને રેડ્ડીને અનુરોધ કર્યો કે તેઓ ભૌગોલિક કે સામાજિક આધાર પર હિન્દુ પરંપરાઓનું વિભાજન ન કરે.


આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ