હાલમાં ભક્તિ ભાવ પૂર્વક ભારે હૈયે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવી. દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું.  મોટી સંખ્યામાં લોકો વિસર્જનમાં જોડાયા. આ દરમિયાન ક્યાંક અઘટિત ઘટનાઓ પણ બની. ત્યારે આવો જાણીએ ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાથી ક્યાં કેટલા લોકોના મોત થયા. 

તેલંગણામાં 13 લોકોના મોત 

મળતી માહિતી અનુસાર આ મૃતકોમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. તેલંગાણાના ડીજીપી સી.વી. આનંદે આ માહિતી આપી હતી. ડીજીપી સી.વી. આનંદે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ગણેશ વિસર્જન દરમિયાન કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ ઘટનાઓમાં 26 લોકો ઘાયલ થયા છે. જોકે, આ મૃત્યુ અને અકસ્માતોના સંજોગો અંગેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

https://twitter.com/ANI/status/2103445767059083637

તેલંગણામાં 1.24 લાખ ગણેશ મૂર્તિનું સ્થાપન 

ડીજીપીએ રાજ્યમાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિઓના આંકડા પણ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેલંગાણામાં સત્તાવાર રીતે અંદાજે 1.24 લાખ ગણેશ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.

મધ્યપ્રદેશમાં 4ના મોત 

સોશિયલ મીડિયામાં મળતી માહિતી અનુસાર મધ્ય પ્રદેશમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી છે.  ધારમાં 3 યુવકો ઉંડા તળાવમાં ડૂબ્યા હતા. જ્યારે સિહોરમાં   મૂર્તિ વિસર્જન દરમિયાન 16 વર્ષીય સગીર ડૂબ્યો હતો.   જો કે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. 

https://twitter.com/ANI/status/2103712033342738522

ગુજરાતમાં ગણેશ વિસર્જન દરમિયાન કેટલાના મોત ? 

વડોદરાના કરજણ તાલુકાના પિંગળવાળા ગામે ઢાઢર નદીમાં 3 યુવાનો ડૂબ્યા હતા. જ્યારે 2નો બચાવ થયો અને 1 યુવાનનો મૃતદેહ મળી આવ્યો. આ ઉપરાંત અમરેલીના રાજુલાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના થઇ. દરિયાઈ ખાડીમાં ગણપતિ વિસર્જન વખતે 3 યુવકો ડૂબ્યા જેમાંથી 2 બચાવી લેવાયા. જ્યારે એકનો પત્તો મળ્યો નથી. બીજી તરફ બાબરામાં ગણપતિ વિસર્જન બાદ ન્હાવા પડેલા બે કિશોરમાંથી એકનું ડૂબવાથી મોત થયું. જ્યારે સુરતમાં 7 લોકો જ્યારે મોરબીમાં કુલ 2 લોકોના ડૂબવાથી મોત થયા..

હરિયાણામાં કેટલાના મોત ? 

બહાદુરગઢ નજીક NCR નહેરમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન દરમિયાન એક યુવક ડૂબી ગયો હતો અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. તેને બચાવવા માટે નહેરમાં કૂદી પડેલા શિવકાંત અને નિતેશની શોધખોળ હજુ ચાલુ છે.   જો કે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. 


આ પણ વાંચો TRAI new Rules for Telecom Companies: મોબાઇલ યુઝર્સ માટે મોટી ખુશખબર! ડેટા વગર પણ મળશે સસ્તું રિચાર્જ