દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આંતરરાજ્ય કાર્યવાહી કરીને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા સંચાલિત એક મોટા આતંકવાદી અને શસ્ત્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવાનું ષડયંત્ર રચી રહેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરીને પોલીસે એક મોટું સંકટ ટાળ્યું છે.
કાવતરાનો પર્દાફાશ અને આરોપીઓની ધરપકડ
પોલીસે શુભદીપ સિંહ, ગુરજંત સિંહ, સાજન સિંહ અને ગગનપ્રીત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના ઇશારે કામ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ પોતાની ઓળખ છુપાવવા માટે પાકિસ્તાની હેન્ડલરો દ્વારા પૂરા પાડવામાં આવેલા વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરતા હતા.
https://twitter.com/ANI/status/2072545410317791405
તપાસ માં અનેક કબૂલાતો કરી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલા વિશ્વસનીય ઇનપુટ બાદ દિલ્હી અને પંજાબમાં સઘન દરોડા પાડવામાં આવ્યા હતા. સૌપ્રથમ અમૃતસરથી શુભદીપ સિંહની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે ડ્રોન મારફતે સરહદ પારથી શસ્ત્રો અને ડ્રગ્સ મેળવવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ, તેના અન્ય બે સહયોગીઓ ગુરજંત અને સાજનને પંજાબમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. અંતિમ કડી તરીકે 24 એપ્રિલ, 2026 ના રોજ ગગનપ્રીતની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ પાસેથી બે વિદેશી પિસ્તોલ, નવ જીવંત કારતૂસ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં નિશાન પર શું હતું?
આ આતંકવાદી મોડ્યુલમાં ગગનપ્રીતની ભૂમિકા ખૂબ જ ગંભીર હતી. તેને ISI હેન્ડલરો દ્વારા દિલ્હીમાં પોલીસ સ્ટેશનો અને મહત્વના ધાર્મિક સ્થળોની જાસૂસી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. માત્ર જાસૂસી જ નહીં, પરંતુ તેને ભીડભાડવાળા વિસ્તારો કે ધાર્મિક સ્થળોએ ગોળીબાર કરવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Bangalore Stone Quarry Mishap: ખાણમાં ભેખડ ધસતા બિહારના 7 શ્રમિકોના મોત