પહલગામ હુમલા બાદ ભારતે દુશ્મન દેશ પાકિસ્તાનના જે ચીંથરે હાલ કર્યા એ ઘટના આખા વિશ્વએ જોઈ. નાપાક પાકિસ્તાન છેલ્લે એ હદ સુધી કંગાલ થઈ ગયું કે પોતાના દેશની વધેલી ઘટેલી આબરૂ બચાવવા માટે ભારતના સુરક્ષા મંત્રાલયને ફોન કરીને જીવની ભીખ માંગવી પડી. ત્યારે હવે આ પરચા પછી ભારત અહિયાંથી શાંત નથી રહેવાનું એ પણ નક્કી છે.
નૌકાદળની તાકાત વધશે
મળતી માહિતી મુજબ ભારતીય સેનાની નૌકાદળની પાંખ તેની શક્તિમાં નવો વધારો કરવા જઈ રહી છે. આ વખતે ભારતીય નૌકાદળ તેની સેનામાં 17 યુદ્ધ જહાજો અને 9 સબમરીન ટૂંક સમયમાં સામેલ કરવા જઈ રહ્યું છે. ભારત હવે તેની તાકાતમાં વિશેષ વધારો કરીને સમગ્ર વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે, જે મુજબ ભારતની સરહદ પર જો કોઈ પણ દેશ કુડી નજર કરશે તો તેમને આકરો જવાબ આપવામાં આવશે.
હવે દુશ્મનોની ખેર નથી
ભારતીય નૌકાદળમાં આ વખતે સરકારે લગભગ 17 નવા યુદ્ધ જહાજો અને 9 સબમરીનને મંજૂરી આપવાની તૈયારી ર્શાવી છે. મળતી માહિતી મુજબ ભારતીય સેના માટે આ એક ખુબજ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાબિત થશે. આ પ્રોજેક્ટમાં 2.40 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચનો હાલ અંદાજ લાગી રહ્યો છે. ભારતીય નૌકાદાળ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક ફ્રિગેટ્સ, બહુહેતુક જહાજો અને સ્કોર્પિન વર્ગની સબમરીનનો પણ સમાવેશ કરવામાં આવશે.
8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ
ભારતીય નૌકાદળમાં અત્યાધુનિક જહાજો અને સબમરીનની સાથે સાથે 8 નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ બનાવવાની પણ યોજના હાલ ચાલી રહી છે. નવા જહાજ અને સબમરીનને નૌકાદાળમાં સામેલ કારવાનું મુખ્ય એક કારણ એ પણ છે કે આ નવા અત્યાધિનક શાસ્ત્રોની મદદથી જૂના સબમરીન અને જહાજોને બદલવામાં આવશે. અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી તાકાત ભારતીય સેનામાં તેનું સ્થાન લેશે.