CBI નકલી ઘી મામલે તિરુપતિ મંદિર સાથે જોડાયેલા અધિકારીઓની પણ તપાસ હાથ ધરશે.

નકલી ઘી મામલે તપાસ રિપોર્ટ

CBI તપાસમાં સામે આવ્યુ છે કે, જુલાઇ 2023માં ટીટીડી દ્વારા રિજેક્ટ કરવામાં આવેલા 4 ટેંકર ઘીને ભોલે બાબા ઓર્ગેનિક ડેરીમાંથી સપ્લાય કરવામાં આવતુ હતુ. આ ઘીના ડબ્બા પર સ્ટીકર બદલીને મંદિરમાં મોકલવામાં આવતુ હતુ. FSSI અને CBI જ્યારે તમિલનાડુના ડીંડિગુલ સ્થિત એઆર ડેરી પ્લાન્ટ પહોંચ્યા હતા. ત્યારે માલૂમ પડ્યુ હતુ કે, રિજેક્ટ કરવામાં આવેલુ ઘી પરત મોકલાયુ નથી. તે સ્ટોન ક્રશિંગ યૂનિટમાં મોકલવામાં આવ્યુ હતુ. જે વૈષ્ણવી ડેરી પાસે સ્થિત છે.

અધિકારીઓની પણ કરાશે તપાસ

CBIએ પોતાની તપાસ રિપોર્ટમાં કહ્યુ છે કે, આ મામલો માત્ર છેતરપિંડીનો નહી પણ ઘાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે. હવે CBIએ વાતની તપાસ કરશે કે TTDના કયા અધિકારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. આંધ્રપ્રદેશમાં તિરુમાલા પહાડી પર સ્થિત શ્રીવેન્કટેશ્વર સ્વામી મંદિરમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદના લાડુમાં નકલી ઘી એકત્ર કરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ મામલે CBIએ પોતાનો રિપોર્ટ રજૂ કરીને તમામ પર્દાફાશ કર્યા છે. 

  • Follow us on: