મહારાષ્ટ્રની શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ એક રસપ્રદ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. તાજેતરમાં મહારાષ્ટ્ર FDA કમિશ્નર તુકારામ મુંધે તેમના કડક વલણને લઈને સમાચારમાં છે. બોલીવુડ સ્ટાર્સની પાન મસાલા એડ પર તેમણે કહ્યું કે પહેલા પોતે ખાવ..પછી જાહેરાત કરો. જેના બાદ તુકારામ મુંધેના કડક અભિગમની પ્રસંશા થઈ રહી છે. દવાઓમાં ભેળસેળ તેમજ બહાર મળતા ખાદ્યપદાર્થોમાં મોટાપાયે થતી ભેળસેળ પર લાલ આંખ કરી. આ જ અંતર્ગત શાળાઓની કેન્ટીનમાં વડાપાઉ-સમોસા જેવા જંકફૂડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ મામલે એક બાળક તેમને સવાલ કરે છે જેનો તુકારામ મુંધે સુંદર જવાબ આપે છે. જુઓ આ વીડિયો.

બાળકનો માસૂમ પ્રશ્ન અને વાયરલ વીડિયો
મહારાષ્ટ્ર એફડીએ (FDA) કમિશનર તુકારામ મુંધે સાથેની મુલાકાત દરમિયાન એક નાના બાળકે અત્યંત નિર્દોષતાથી તેમને પૂછ્યું, "સાહેબ, શાળાઓમાં વડાપાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ હું અને મારા મિત્રો તેને ફરીથી સ્કૂલ કેન્ટીનમાં ઈચ્છીએ છીએ. આ અંગે તમારું શું કહેવું છે?" બાળકની આ હૃદયપૂર્વકની ઈચ્છા અને માસૂમ પ્રશ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/reel/DeP_e37zQzM/?utm_source=ig_web_button_share_sheet
IAS તુકારામ મુંધેનો હૃદયસ્પર્શી જવાબ
બાળકના આ પ્રશ્ન પર કમિશનર તુકારામ મુંધે હસ્યા હતા અને બાળકને ઠપકો આપવાને બદલે પ્રેમથી સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, "વડાપાવ ન ખાવાથી આપણું જીવન અટકી જશે નહીં. હકીકતમાં, જો તમે સારો અને પૌષ્ટિક ખોરાક ખાશો, તો તમારો શારીરિક અને માનસિક વિકાસ વધુ સારો થશે."
સ્વાદ કરતાં સ્વાસ્થ્યને મહત્વ આપવાની સલાહ
તુકારામ મુંધેએ બાળકોને વધુ પડતા તેલ-તળેલા નાસ્તા ટાળવાની સલાહ આપી હતી, કારણ કે તેમાં પોષક તત્વોનો અભાવ હોય છે. જ્યારે બાળકે ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ વિશે પૂછ્યું, ત્યારે તેમણે ચેતવણી આપી હતી કે આવા ખોરાકમાં હાનિકારક કૃત્રિમ રંગો અને રસાયણો હોય છે. તેમણે બાળકોને સ્વાદ કરતાં હંમેશા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને પ્રોટીનયુક્ત ખોરાક લેવા જણાવ્યું હતું.
શાળા કેન્ટીનમાં વડાપાવ-સમોસા પર પ્રતિબંધ અને હેલ્ધી વિકલ્પો
તુકારામ મુંધેના આદેશ બાદ મહારાષ્ટ્રની તમામ સ્કૂલ કેન્ટીન અને શાળાના 50 મીટરના વિસ્તારમાં વડાપાવ, સમોસા, બર્ગર અને કોલ્ડ ડ્રિંક્સના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી બાળકોને સ્થૂળતા અને અન્ય બીમારીઓથી બચાવી શકાય. આ અનહેલ્ધી ખોરાકના સ્થાને શાળાઓમાં હવે ઈડલી, ઢોસા, પોહા, ઉપમા, તાજા ફળો અને છાશ જેવા પૌષ્ટિક વિકલ્પો શરુ કરવામાં આવ્યા છે. આ સાથે માતા-પિતાને પણ બાળકોને ટિફિનમાં ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક જ આપવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સાંજની ચા સાથે ખાવા માટે બનાવો ક્રન્ચી ગાર્લિક મુરમુરા, માત્ર 10 મિનિટમાં થશે તૈયાર