UGCના નવા નિયમને લઈને વિવાદ વધી રહ્યો છે, સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ બાદ હવે સરકાર સ્પષ્ટતા કરવામાં લાગી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે UGCના નિયમ તમામ લોકો માટે નિષ્પક્ષ હશે અને કોઈની સાથે પણ કોઈ અન્યાયી વર્તન કરવામાં આવશે નહીં.

UGCના નવા નિયમોને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે

સાથે જ કહેવામાં આવ્યું છે કે સૂચિત નિયમોને લઈને જો કોઈ ગેરસમજ હોય તો તેને દૂર કરવા માટે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટીકરણ કરશે. UGCના નવા નિયમોને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. તેને લઈને સ્વર્ણ સમાજ સાથે જોડાયેલા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશથી શરૂ થયેલો વિરોધ દેશના ઘણા રાજ્યો સુધી પહોંચી ગયો છે, રાજધાની દિલ્હીમાં આજે સ્વર્ણ સમાજે રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરી છે.

સામાન્ય વર્ગ સાથે જોડાયેલા સંગઠનોમાં ભારે નારાજગી

UGCના નવા નિયમ પર સામાન્ય વર્ગ સાથે જોડાયેલા સંગઠનોમાં ભારે નારાજગી છે. 9 સભ્યની કમેટીમાં સંસ્થાના પ્રમુખ, 3 પ્રોફેસર, 1 કર્મચારી, 2 સામાન્ય નાગરિક, 2 વિશેષ આમંત્રિત વિદ્યાર્થી હશે. 5 સીટ SC/ST, OBC દિવ્યાંગ, મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વની વાત જ કરવામાં આવી નથી, જેની વિરૂદ્ધ ફરિયાદોની આશંકા સૌથી વધારે છે.

કેમ કમિટી બનાવવામાં આવશે?

આ કમિટી SC/ST, OBC દિવ્યાંગ, મહિલાઓની ફરિયાદોનું સમાધાન લાવશે. જે મોટાભાગે ફરિયાદ સામાન્ય વર્ગની વિરૂદ્ધ હોય શકે છે. ત્યારે પ્રશ્ન એ છે કે આ કમિટીમાં સામાન્ય વર્ગના કોઈ પણ સભ્ય નહીં હોય. કમિટીમાં સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વની વાત જ કરવામાં આવી નથી. સામાન્ય વર્ગને ડર છે કે આ નવા નિયમથી તેમની વિરૂદ્ધ અન્યાય અને ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી શકે છે.

સિટી મેજિસ્ટ્રેટે આપ્યું રાજીનામું

બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ UGCની નવી ગાઈડલાઈન અને શંકરાચાર્ય મુદ્દા પર રાજીનામું આપી દીધું છે. તેમને નવી ગાઈડલાઈનને રોલેટ એક્ટ 1919 ગણાવ્યો છે. જે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓનું શોષણ કરનારો છે. 

આ પણ વાંચો : India Energy Week 2026: ભારત અને EU વચ્ચે ઐતિહાસિક FTA, PMએ કરારને ગણાવ્યો મધર ઓફ ઓલ ડીલ્સ