અલાયન્સની પાછળ 7 પ્રમુખ મોટી બિલાડી પ્રજાતીઓ એટલે વાઘ, સિંહ, ચિત્તા, દિપડો અને પ્યૂમાનું સંરક્ષણ કરવાનું છે.
"બિગ કેટ્સ" પ્રોજેક્ટ
નિર્મલા સીતારમણના બજેટ 2026માં "બિગ કેટ્સ" પ્રજાતિઓના સંરક્ષણનું આયોજન કરવામાં આવશે. ભારત પ્રથમ ગ્લોબલ "બિગ કેટ્સ" સમિટનું આયોજન કરશે. જેમાં વાઘ, સિંહ, ચિત્તો , બરફ ચિત્તો, જગુઆર અને પ્યૂમા જેવી પ્રજાતિઓનું સંરક્ષણ કરાશે. 7 "બિગ કેટ્સ" પ્રાણીઓના સંરક્ષણ અને શિકાર અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 95થી વધુ દેશોમાં "બિગ કેટ્સ" પ્રોજેક્ટ સાથે જોડાણ કરવામાં આવશે
સામૂહિક નીતિઓ પર ચર્ચા
લોકસભામાં 20226-27 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યુ હતુ કે, ઇન્ટરનેશનલ બિર કેટ અલાયન્સ ગયા વર્ષે બનાવવામાં આવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, આ વર્ષે ભારત પ્રથમ વખત બિગ કેટ સમિટની મેજબાની કરશે. જ્યાં 95 દેશના સરકાર પ્રમુખ અને મંત્રી સંરક્ષણ માટે સામૂહિક નીતિઓ પર ચર્ચા કરશે.
ગઠબંધનમાં 95થી વધુ દેશ સામેલ
આ ગઠબંધનમાં 95થી વધુ દેશોમાં સાત પ્રાણીઓની રક્ષા કરવા માટે, ગેરકાયદે શિકાર કરવા પર રોક અને નીતિઓ પર ચર્ચા કરવા માટે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. વર્ષ 2019માં પીએમ મોદીએ સૌથી પહેલા આ પ્રમાણે ગઠબંધનની વાત કરી હતી. અને પ્રોજેક્ટ ટાઇગરના શરુ થવા પહેલા 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે એપ્રિલ 2023માં સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યુ હતુ.
સરકારનું મેડિકલ ટૂરિઝમ પર ફોકસ
બીજી તરફ, નાણામંત્રીએ પોતાના બજેટ સંબોધનમાં દેશમાં મેડિકલ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ બહ બનાવવા અને આગામી પાંચ વર્ષમાં બાયોફાર્મા કાર્યક્રમ માટે 10 હજાર કરોડ રૂપિયા ફાળવવા પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. નાણામંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, રાજ્યોને પાંચ રિજનલ મેડિકલ હબ સ્થાપિત કરવામાં મદદ કરવા માટે યોજના શરુ કરાશે. આ હબ ઇન્ટીગ્રેટેડ હેલ્થકેયર કોમ્પ્લેક્સ તરીકે કામ કરશે. જે મેડીકલ, એજ્યુકેશન અને રિસર્ચ સુવિધાને એકસાથે જોડશે.
આ પણ વાંચોઃ Union Budget 2026: બિહારને અપાઇ સૌથી મોટી સૌગાત, પટનામાં બનાવવામાં આવશે શિપ રિપેર સેન્ટર
