આ હુમલો તેઓ રીવા એક્સપ્રેસ ટ્રેનમાં પ્રયાગરાજ જતાં સમયે થયો હતો. ઘટના ફતેહપુર અને સિરાથુ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. આશુતોષ બ્રહ્મચારી પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને લોહીલુહાણ થઈ ગયા. જીવ બચાવવા માટે આશુતોષ મહારાજે ટ્રેનના ટોયલેટમાં પોતાને અંદરથી બંધ કરી દીધા હતા. આ હુમલામાં તેમને શરીરના અનેક ભાગોમાં ઈજાઓ પહોંચી છે.


પ્રયાગરાજ જઈ રહ્યા હતા આશુતોષ બ્રહ્મચારી

આશુતોષ બ્રહ્મચારી લોહીલુહાણ હાલતમાં પ્રયાગરાજ પહોંચ્યા છે. જોકે તેમની હાલત હાલ જોખમથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આશુતોષ મહારાજે જણાવ્યું હતું કે હુમલાખોર તેમનો નાક કાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

તેમણે આ હુમલા પાછળ સ્વામી અવિમુક્તેશ્વરાનંદની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કર્યો છે. હાલમાં તેઓ મેડિકલ તપાસ માટે હોસ્પિટલ જઈ રહ્યા છે. આશુતોષ બ્રહ્મચારીએ પ્રયાગરાજ GRP પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી છે, જેમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સહિત કેટલાક લોકોને સડયંત્રકર્તા તરીકે નામ આપવામાં આવ્યા છે. સાથે જ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે વધુ એક ફોજદારી કેસ નોંધાઈ શકે છે.

યૌન શોષણના આરોપ લગાવ્યા હતા

આશુતોષ બ્રહ્મચારીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ મામલે તેમના વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. આશુતોષ બ્રહ્મચારીએ આરોપ મૂક્યો હતો કે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી યુવા બટુકો (ધાર્મિક વિદ્યાર્થીઓ)ને લાવવામાં આવ્યા હતા અને આશ્રમોમાં તેમની સાથે ખોટુ વર્તન કરવામાં આવતુ હતુ.

પ્રયાગરાજમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આશુતોષ બ્રહ્મચારીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે એક આશ્રમમાં ગેરવર્તણૂક થતી હોવાનો દાવો કર્યો હતો અને ઘણા લોકોના નામ પણ જાહેર કર્યા હતા, જેમને તેમણે આરોપી ગણાવ્યા હતા. બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે જે લોકો ગંગા માતાને ગંદી કહે છે, તેઓ ગંગામાં સ્નાન કરી શકતા નથી.

આ પણ વાંચો: Weather Update: આ વખતે ગરમી ભૂક્કા બોલાવશે, માર્ચમાં જ તાપમાનમાં વધારો

  • Follow us on: