આજથી મા શક્તિની આરાધના કરવાનું પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. માઇ ભક્તો માતાજીના ગરબા ગાઇને અને માતાજીની પૂજા આરાધના કરીને માતાજીની કૃપા મેળવવા માટે માતાજીને પ્રાર્થના કરતા હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણના કારણે નવરાત્રિ ગરબા મહોત્સવોમાં પણ દૂષણ જોવા મળી રહ્યું છે. આ મામલે દ્વારકાપીઠના શંકરાચાર્ય જગદગુરુ સદાનંદ સરસ્વતીનું મહત્વનું નિવેદન આવ્યું છે.
નવરાત્રિમાં શાસ્ત્રીય પરંપરાના પાલન સાથે આરાધના થવી જોઇએ
નવરાત્રિ પર્વને લઇ દ્વારકાપીઠના શંકરાચાર્યનું નિવેદન આવ્યું છે. દ્વારકાપીઠના શંકરાચાર્ય જગદગુરૂ સદાનંદ સરસ્વતી એ કહ્યું છે કે માતાજીની આરાધનાના નામે જે દુષણ ચાલે છે તે દૂર થાય તે જરુરી છે. નવરાત્રિમાં શાસ્ત્રીય પરંપરાના પાલન સાથે આરાધના થવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું છે કે મા જગદંબાની આરાધનાને આધુનિકતામાં ન ભેળવો અને નવરાત્રિમાં પશ્ચિમી સંસ્કૃતિની ભેળસેળ પર રોક લાગે તે જરુરી છે.













