દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં તો સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાત કરીએ યુપીની તો, યુપીના 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાંથી 16 જિલ્લા તો એવા છે જ્યાં ગંગા અને યમુના નદીનો કહેર વરસી રહ્યો છે. સૌથી વધારે અસર પ્રયાગરાજમાં જોવા મળી રહી છે.
તંત્ર એલર્ટ
સંગમ નગરી આખી પાણી પાણી થઇ છે. ઉત્તર દક્ષિણ પૂર્વ પ્રશ્ચિમ સમગ્ર સંગમ જાણે કે વિશાળ સમુદ્ર જેવુ લાગી રહ્યો છે. પ્રયાગરાજમાં ગંગા અને યમુના સંગમ બાદ જે વિસ્તાર આવે છે ત્યાં સ્થિતિ ખરાબ છે. પ્રશાસન એલર્ટ મોડ પર છે. લોકોને સાવધાન રહેલા કહેવામાં આવ્યું છે. સીએમ યોગી એ પૂરને લઇને રાહત અને બચાવ કાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે.
ઘરોમાં ઘૂસ્યા પાણી
પ્રયાગરાજનો રસૂલાબાદ ઘાટ આખો ડૂબી ગયો છે. ઘાટ પર બનેલા મંદિરો જળમગ્ન થઇ ગયા છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં સેંકડો મકાનો ગંગાના પૂરમાં ડૂબી ગયા છે. ખાવા પીવાની વસ્તુઓ હોય કે ઘરનો સામાન. બધુ જ તણાઇ ગયુ છે. કર્ઝન પુલ અને શંકર ઘાટની આસપાસના મકાનોમાં પાણી ઘુસી ગયા છે. લોકો મકાનો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.
એનડીઆર એફની ટીમ સજ્જ
બઘાડા, દારાગંજ, તેલિયારગંજ, સલોરી જેવા વિસ્તારો છે જે પૂરમાં સૌથી પહેલા ડૂબે છે. પૂર પીડિતોની મદદ માટે એનડીઆએરએફની ટીમ ઘરે ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પૂર પીડિચોને ખાવા પીવાની વસ્તુઓ અને જરૂરી દવાઓ પહોંચાડવામાં આવી રહી છે.
11 ના મોત, શાળા કોલેજોમાં રજા
રવિવારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને કારણે 9 લોકોના મોત થયા હતા. સોમવારે સવારે સીતાપુર જિલ્લામાં દિવાલ પડતા 2 કિશોરોના મોત થયા. આ સંખ્યાને જોડીએ તો 24 કલાકમાં યુપીમાં વરસાદથી 11ના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. ભારે વરસાદને કારણે લખનૌ સહિત યુપીની અનેક શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.













