એક તરફ જગત જમાદાર અમેરિકા વ્હાઇટ હાઉસમાંથી રશિયાને કાબૂ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે બીજી બાજુ રશિયા યુક્રેન સામે ચાલી રહેલા તેના યુદ્ધને વધારે જલદ બનાવી રહ્યું છે. મળતી માહિતી મુજબ રશિયાએ આ વખતે યુક્રેનની જેલ પર બોમ્બ મારો ચલાવ્યો છે,
યુક્રેનિયન જેલ પર ભયંકર હુમલો
આંતરરાષ્ટ્રીય સ્તર પર હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આખા વિશ્વની ચિંતા વધી રહી છે. માંડ જ્યાં એમ થાય કે જગત જમાદાર અમેરિકાના લીડર ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધમાં વચ્ચે કુદયા છે ત્યાં વળી પાછું રશિયા દુશ્મન દેશ પર હુમલો કરી નાખે છે. આ વખતે રાશિયાએ યુક્રેનના દક્ષિણપૂર્વીય ઝાપોરિઝિયા પ્રદેશમાં એક જેલને નિશાનો બનાવીને ત્યાં ભયંકર બોમ્બ મારો કર્યો હતો જેમાં 17 કેદીઓ મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
મોડી રાત્રે જેલ પર બોમ્બ મારો
રશિયાએ યુક્રેન પર કરેલ આ હુમલો સોમવારના દિવસે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો. રશિયાએ આ વખતે હુમલાની એક અલગ મોડસઓપરેન્ડી રાખી હતી. આ વખતે રાશિયાએ યુક્રેનના સેના ઠેકાણાઓને છોડીને દક્ષિણપૂર્વીય ઝાપોરિઝિયા પ્રદેશની જેલને ટાર્ગેટ કર્યો હતો. મળતી માહિતી મુજબ રશિયાએ આ જેલ પર સોમવારે મોડી રાત્રે ચાર જેટલા બોમ્બ ફેંક્યા હતા. જેમાં 17 કેદીઓ મૃત્યુ પામ્યા હતા અને 42 કેદીઓને ગંભીર ઇજાઓ થઈ હતી.
યુક્રેને કહ્યું આ આંતરરાષ્ટ્રીય ગુનો
મળતી માહિતી મુજબ રશિયાએ યુક્રેન પર કરેલા આ હુમલામાં જેલનો ડાઇનિંગ રૂમ સંપૂર્ણ પણે નાશ થઈ ગયો હતો. યુક્રેનિયન સરકાર તરફથી રશિયાએ કરેલ આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. યુક્રેનિયન અધિકારીઓએ નિવેદન આપતા કહ્યું કે રશિયાએ યુક્રેન પર આ હુમલો કરીને આંતરરાષ્ટ્રીય સંધિઓ હેઠળ યુદ્ધ ગુનો કર્યો છે. હાલ જેલમાંથી આ હુમલા બાદ કોઈ કેદીના ભાગવાના સમાચાર નથી મળ્યા.