રશિયન વિદેશ મંત્રાલયે પોસ્ટમાં કહ્યુ છે કે, ઉત્તર પ્રદેશમાં આ દુર્ઘટનાથી થયેલા ભારે વિનાશ માટે મારી ઊંડાણપૂર્વકની સંવેદના છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યો શોક સંદેશ

ઉત્તર પ્રદેશમાં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. લગભગ 19 જિલ્લામાં નુકસાન થયું છે. 100થી વધુ લોકોના મોત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પુતિને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શોક સંદેશ મોકલ્યો છે. રશિયન રાષ્ટ્રપતિએ ખાસ કરીને આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના છે.

પશુધનને પણ નોંધપાત્ર નુકસાન

ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાથી થયેલા નુકસાનની માહિતી આપતાં, રાહત કમિશનર હરિકેશ ભાસ્કરે જણાવ્યું હતું કે રાજ્યમાં 104 લોકોના મોત થયા છે. તેમાંથી ચાર લોકોના મોત વીજળી પડવાથી થયા છે. 52 લોકો ઘાયલ થયા છે. આ આફતમાં પશુધનને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. 130થી વધુ પશુઓના મોત થયાના અહેવાલ છે. 98થી વધુ ઘરોને પણ નુકસાન થયું છે.

સીએમ યોગીએ લીધી નોંધી

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ કુદરતી આફતની નોંધ લીધી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારીઓને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે જેથી અસરગ્રસ્ત પરિવારોને વળતર મળી શકે. મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓને દર ત્રણ કલાકે સ્થિતિ અહેવાલ મોકલવા પણ કહ્યું છે.

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં યુવાન ટીન શેડ સાથે આકાશમાં ઊંચે ઉડ્યો, જાણો શુ છે Viral Videoનું સત્ય?