ઉત્તરપ્રદેશના લાખો આઉટસોર્સ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ છે. રાજધાની લખનઉમાં યોગી આદિત્યનાથ કેબિનેટની બેઠકમાં યુપી આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશન બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.પ્રસ્તાવ અનુસાર પોર્ટલ દ્વારા સર્વિસ પ્રોવાઇડર રાખવામાં આવશે. ન્યુનત્તમ વેતનમાન 16,000 રૂપિયાથી લઇને 20,000 રૂપિયા સુધી,એજન્સીની નિયુક્તિ 3 વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે. કોર્પોરેશનની રચના બાદ આઉટસોર્સ કર્મચારીઓનો પગાર સીધો તેમના ખાતામાં જશે.


1 થી 5 તારીખ વચ્ચે મળશે સેલરી

યુપી આઉટસોર્સિગ સેવા નિગમની રચના બાદ આઉટસોર્સ કર્મચારીઓને મહિનામાં 1થી 5 તારીખ વચ્ચે સેલરી આપવામાં આવશે. બેઠક બાદ કેબિનેટ મંતેરી સુરેશ ખન્નાએ આ વાત જણાવતા કહ્યુ કે આઉટસોર્સિગના માધ્યમથી કરનારી ભરતીઓમાં આરક્ષણની વાત કરવામાં આવી છે. જેમાં એસસી, એસટી, મહિલા , દિવ્યાંગ દરેકનું આરક્ષણ થશે, રચના હેઠળ આઉટસોર્સ કર્મીઓને એક મહિનામાં 26 દિવસની સેવા આપવાની રહેશે. કેબિનેટ મંત્રી સુરેશ ખન્નાએ એ પણ કહ્યુ કે આઉટસોર્સ રચનાના માધ્યમથી પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા સિવાય મૌખિક પણ આપવાની રહેશે.

કાનપુર-લખનઉં માટે 100-100 નવી ઇ-બસ

યોગી સરકારની કેબિનેટ બેઠકમાં એક મહત્વના નિર્ણય પ્રમાણે નવી ઇ બસો ખરીદવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. નવા પ્રસ્તાવ પ્રમાણે લખનઉં અને કાનપુર માટે 100 100 નવી ઇ બસો ખરીદવામાં આવશે, જેથી બંને મોટાં શહેરોમાં પરિવહન સુવિધા સારી બનશે, આ સિવાય કેબિનેટની બેઠકમાં નવી નિકાસ નીતિને પણ મંજૂરી આપવામાં આવી હતી. પાંચ વર્ષ માટે બનાવવામાં આવેલી નવી નિકાસ નીતિમાં, અમેરિકન ટેરિફ યુદ્ધને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના નિકાસકારો અને વેપારીઓ માટે ખાસ છૂટછાટોની જોગવાઈ કરવામાં આવી છે.

રજિસ્ટ્રી પર 5,000 રૂપિયા ફીનો પ્રસ્તાવ

યોગી સરકારની કેબિનેટ બેઠકમાં પૈતૃક સંપત્તિની રજીસ્ટ્રી પર પણ મોટો નિર્ણય થયો છે. પૈતૃક સંપતિની રજીસ્ટ્રી પર 5 હજાર રૂપિયા ફીનો પ્રસ્તાવ પાસ થયો છે. આ સિવાય ઉત્તર પ્રદેશની ઇલેક્ટ્રોનિક્સ પોલિસીને પણ મંજૂરી મળી છે. આ પોલીસીનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના રૂપમાં વિકસિત કરવુ છે. સંભલની ન્યાયિક રિપોર્ટ પણ કેબિનેટની મીટિંગમાં રજૂ કરવામાં આવી.


  • Follow us on: