યુટ્યુબર જસબીર સિંહે પાકિસ્તાન માટે જાસૂસી કરી હતી. અને આ ગુનાઓ માટે તે જેલના સળિયાઓ પાછળ છે. યુટ્યુબર જસબીર સિંહ વિરુદ્ધ મોહાલી SSOCએ 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાશે.

પાકિસ્તાન સાથે સતત સંપર્ક

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે ધરપકડ કરાયેલા યુટ્યુબર જસબીર સિંહ મામલે મોટો ખુલાસો થયો છે. તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ જસબીર સિંહે ભારતના ભાખડા નાંગલ ડેમ, પંજાબના ફાઇટર એયરબેસ અને આર્મી બેસની ફોટો દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી હતી. આરોપી જસબીર સિંહ પાકિસ્તાનમાં 120 લોકો સાથે સંપર્કમાં હતો. જેમાં ISIના અધિકારીઓ પણ સામેલ હતા. જસબીર ISIના એજન્ટ શાકિર રંધાવા અને જટ સાથે સતત સંપર્કમાં હતો.

યુટ્યુબર જસબીર સિંહ મામલે ખુલાસા

ચાર્જશીટ મુજબ જસબીરે પાકિસ્તાનની હોટેલમાં ISI અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જસબીર પાસેથી બે પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. તે ત્રણવાર પાડોશી દેશની મુલાકાતે પણ જઇ આવ્યો હતો. પાકિસ્તાની યુટ્યુબર નાસિર ઢિલ્લોના માધ્યમથી તેણે દાનિશ સાથે મુલાકાત કરી હતી. તે પાકિસ્તાન દૂતાવાસનો અધિકારી હતો. દાનિશે તેની પાસેથી ભારતીય સીમકાર્ડ માગ્યા હતા. પરંતુ તે આ મામલે વ્યવસ્થા કરી શક્યો ન હતો.

કયા-કયા પુરાવા મળી આવ્યા ?

યુટ્યુબર જસબીર સિંહ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સાથે પાકિસ્તાન દૂતાવાસ પણ ગયો હતો. અહીં તેની મુલાકાત સેના અધિકારીઓ સાથે થઇ હતી. જસબીરે જ્યારે પોતાનું લેપટોપ પાકિસ્તાનના ઇન્ટેલિજેન્સ અધિકારીઓને સોંપ્યુ હતુ ત્યારે આ વાત સામે આવી હતી. પાકિસ્તાની એજન્ટે ભારતીય સીમકાર્ડ મેળવવાનું કાર્ય પણ જસબીરને સોંપ્યુ હતુ. આ સીમકાર્ડ દ્વારા ભારતની જાસૂસી કરવામાં સરળતા મળી શકી હોત. લેપટોપ અને મોબાઇલમાંથી ડિલીટ કરાયેલા ડેટા ફરી રિકવર કરવા માટે મોહાલી પોલીસે તજવીજ હાથ ધરી છે. 

  • Follow us on: