દેશભરમાં શિયાળો હવે જામ્યો છે અને ઠંડીના કારણે અનેક જગ્યાઓ પર કામને અસર પહોંચી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ભારે ઠંડીને કારણે 16 જિલ્લાઓની બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે. દરેક જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)એ શાળાઓ બંધ રાખવાના આદેશો જાહેર કર્યા છે. DMના આદેશ મુજબ બધી બોર્ડ અને સંલગ્ન શાળાઓ 20 ડિસેમ્બર સુધી બંધ રહેશે. હાલના આદેશ મુજબ શાળાઓ હવે 22 ડિસેમ્બરે સીધી ફરી ખુલશે.
12મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ
જોકે, અલગ અલગ જિલ્લાઓએ અલગ અલગ રજાઓની તારીખો જાહેર કરી છે. કેટલાક જિલ્લાઓએ બોર્ડ પરીક્ષાઓને કારણે આઠમા ધોરણ સુધીના વર્ગો બંધ રાખ્યા છે, જ્યારે અન્ય જિલ્લાઓએ 12મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વધુમાં કેટલાક જિલ્લાઓએ શાળાના સમયમાં ફેરફાર કર્યો છે. ડીએમના આદેશ મુજબ બરેલી, કાનપુર, કાનપુર દેહત, જૌનપુર, ઔરૈયા, ઓરાઈ, હરદોઈ, રામપુર, સંભલ, બદાઉન, કાસગંજ, ગોંડા, પીલીભીત, આંબેડકર નગર, શાહજહાંપુરની 16 જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીના કારણે શાળાઓને બંધ રાખવામાં આવી છે.













