ઉત્તરપ્રદેશમાં નવા બીજેપી અધ્યક્ષ તરીકે પંકજ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી છે. પિયુષ ગોયલે તેમના નામની જાહેરાત કરી છે. કેન્દ્રિય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પિયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં લખનઉ પાર્ટી કાર્યાલય ખાતી કરી જાહેરાત.


યુપીના નવા બીજેપી અધ્યક્ષ બન્યા પંકજ ચૌધરી

કેન્દ્રિય મંત્રી અવે મહારાજગંજથી 7 વાર લોકસભાના સાંસદ પંકજ ચૌધરીને રવિવારે એટલે કે 14 ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના નવા ભાજપા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી દીધી. કેન્દ્રિય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પિયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં લખનઉ પાર્ટી કાર્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં તેમના નામની ઔપચારિક જાહેરાત કરી. પંકજ ચૌધરીના નામોની જાહેરાત થતાની સાથે જ પાર્ટી કાર્યાલય બહાર ઢોલ નગારા સાથે તેની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમની શરૂઆત સ્વસ્તિ વચન, શંખનાદ અને ડમરૂ વાદનની સાથે કરવામાં આવી.ત્યાર બાદ પંકજ ચૌધરીને નવા અધ્યક્ષ તરીકે પદભાર ગ્રહણ કરાવ્યો. વિદાય લઈ રહેલા પ્રદેશ પ્રમુખ ચૌધરી ભૂપેન્દ્ર સિંહે નવનિયુક્ત પ્રમુખ પંકજ ચૌધરીને પાર્ટીનો ધ્વજ સોંપ્યો.

યુપીમાં ઓબીસી મતબેંકને મજબૂત કરવાની ભાજપની રણનીતિ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય ચૂંટણી પ્રભારી પિયૂષ ગોયલ, ઉપમુખ્‍યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત યુપી ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. યુપી ભાજપના અધ્યક્ષ પદ માટે પોતાના નામની જાહેરાત બાદ પંકજ ચૌધરી મંચ પર પહોંચ્યા, જ્યાં વરિષ્ઠ ભાજપ નેતાઓએ તેમને અભિનંદન આપ્યા. મહારાજગંજથી સાત વખતના સાંસદ અને કેન્દ્રિય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી કુર્મી સમાજમાંથી આવે છે. પ્રદેશ અધ્યક્ષ પદ પર તેમની નિમણૂકને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં મ તરીકે જોવામાં આવી રહી છે.

આ પહેલાં શનિવારે પંકજ ચૌધરીએ આ પદ માટે એકમાત્ર ઉમેદવાર તરીકે પોતાનું નામાકંને દાખલ કર્યું હતું, જેને નિર્વિરોધ મંજૂરી મળી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બંને ઉપમુખ્‍યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમના પ્રસ્તાવક બન્યા હતા. ચૌધરીના ખભા પર યુપીમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાની અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં કમળ ખિલાવવાની મોટી જવાબદારી રહેશે. કારણ કે અન્ય કોઈ નેતાએ નામાકંન દાખલ કર્યું ન હતું, તેથી પંકજ ચૌધરીનું નિર્વિરોધ યુપી ભાજપ અધ્યક્ષ તરીકે ચૂંટાવું નક્કી હતું.


આ પણ વાંચોઃ Delhiમાં આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ, 9ની ધરપકડ, ₹5.24 કરોડની છેતરપિંડી


  • Follow us on: