દિલ્હી પોલીસે એક મોટા ટ્રાન્સનેશનલ સાયબર સિન્ડિકેટ અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ પોલીસની પૂછપરછ અને દરોડાના આધારે,9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ હેક કરેલા બેંક ખાતા અને ક્રિપ્ટોકરન્સી મારફતે ₹5.24 કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારોમાં સંડોવાયેલા હતા.


પોલીસ તપાસમાં શું સામે આવ્યું

પોલીસે જણાવ્યું કે 26 નવેમ્બરના રોજ, દ્વારકાની એક હોટલમાં ગેંગના સભ્યો કાર્યરત હોવાના સમાચાર મળ્યા હતા. દરોડામાં શરૂઆતમાં 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પૂછપરછમાં મળતી માહિતી આધારે વધુ 5ની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ સતત પોતાનું સ્થાન બદલતા રહ્યા હતા જેથી કાયદાથી બચી શકે છે .

આરોપીના નામ

ધરપકડ કરાયેલા છે સુલતાન સલીમ શેખ, સૈયદ અહેમદ ચૌધરી, સતીશ કુમાર, તુષાર માલિયા, શિવમ, સુનીલ, પ્રભુ દયાલ, તરુણ શર્મા અને સુરેશ કુમાર કુમાવત. તેઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી અને રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણાયું છે. પોલીસે જણાવ્યું કે ગેંગ હવાલા ઓપરેટર્સ અને ક્રિપ્ટોકરન્સી દ્વારા છેતરપિંડી કરેલા ભંડોળને લૉન્ડરિંગ કરતી હતી. દરેક લેવડદેવડ માટે તેમને કમિશન મળતા હતા જેમાં સુલતાન સલીમ શેખ એક ખાનગી બેંક ખાતું ખોલાવવાનું કામ કરતો હતો. 21 થી 26 નવેમ્બરના સમયગાળામાં કુલ 10,400 ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયા હતા.

સર્ચ દરમિયાન શું સામે આવ્યું ?

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સર્ચ દરમિયાન પોલીસે 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા, જેમાં ગુનાહિત ચેટ, ચેકબુક, ડેબિટ કાર્ડ, બેંક દસ્તાવેજો અને બેંગલુરુ પોલીસ દ્વારા જારી કરાયેલ નોટિસનો સમાવેશ થાય છે. હવે ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણ દ્વારા વિદેશમાં રહેલા હવાલા ઓપરેટર્સ અને mastermindsને શોધવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : Entertainment : 'ધુરંધર' ફિલ્મના આ અભિનેતાએ કરી સગાઈ, લગ્ન વિના 2બાળકોનો પણ છે પિતા


  • Follow us on: