"પોલીસ જોઈ લેશે… મળવા લાયક કોઈ જગ્યા નથી… મને કેમ ફસાવો છો… મેં તમારું સ્વપ્ન જોયું, મને ફોન કરો…"આવા સંદેશાઓથી ભરેલી DSP કલ્પના વર્મા અને ઉદ્યોગપતિ દીપક ટંડન વચ્ચેની વોટ્સએપ ચેટ છેલ્લા કેટલીક દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેની પ્રેમકથા હવે વિવાદ, છેતરપિંડી, પૈસાની માંગણી અને ભ્રષ્ટાચારના આરોપોમાં ફેરવાઈ ગઈ છે.


દીપક ટંડને જ કરાવી ચેટ વાયરલ

વાયરલ થયેલા ફોટા, વીડિયો અને ચેટ્સને કારણે દીપક ટંડને પોતાને છેતરાયેલો અનુભવતાં પોલીસમાં ફરિયાદ પણ કરી છે, ભલે હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. દીપક ટંડન પોતે મીડિયા પાસે આ ચેટ્સ લીક કરી ચૂક્યા છે, જેમાં પૈસા, ભેટો અને છૂટાછેડાની ચર્ચાઓ જોવા મળે છે.

કલ્પના વર્મા કોણ છે?

દંતેવાડામાં તૈનાત DSP કલ્પના વર્મા હાલમાં સોશિયલ મીડિયાની ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે. દીપક ટંડનનો આરોપ છે કે નજીકના સંબંધોના બહાને કલ્પના વર્માએ તેમની પાસેથી લગભગ ₹2 કરોડ અને કિંમતી વસ્તુઓ લઈને છેતરપિંડી કરી છે. આ સંબંધ પ્રેમથી શરૂ થઈને હવે ઘેરા વિવાદોમાં અંત આવસે એવું લાગી રહ્યું છે.

બંને કેવી રીતે નજીક આવ્યા?

આ સંબંધ 2021માં શરૂ થયો હતો. શરૂઆતમાં મિત્રતા હતી, જે ધીમે ધીમે પ્રેમ તરફ વળી. દીપક ટંડન કહે છે કે આ દરમિયાન DSPએ અનેક બહાનાઓ હેઠળ પૈસા અને મોંઘી ભેટો લીધી. દીપક ટંડનના જણાવ્યા મુજબ, કુલ ₹2 કરોડ રોકડ, હીરાની વીંટી, સોનાની ચેઈન અને એક મોંઘી કાર DSPએ લીધી હતી. સૌથી ચોંકાવનારો આરોપ એ છે કે તેમના એક હોટેલને DSPના ભાઈના નામે રજીસ્ટર કરાવી દેવામાં આવી હતી, જેનાથી DSPના ઇરાદાઓ પર સવાલ ઉઠ્યા છે.

વેપારીની પત્નીએ આખો મામલો ખુલ્લો કર્યો

વાયરલ ચેટ્સથી દીપક ટંડનની પત્ની બરખા ટંડન નારાજ થઈ ગઈ છે. જ્યારે તેમને સંબંધ અને નાણાંકીય વ્યવહારો વિશે ખબર પડી ત્યારે ઘરમાં ઝઘડા શરૂ થયા. DSPથી દૂર થવા લાગતા દીપકે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. તેમણે પોલીસને અનેક ચેટ્સ, વીડિયો અને દસ્તાવેજો પુરાવા તરીકે આપ્યા છે. જેમાં પૈસાની માંગણી સ્પષ્ટ દેખાય છે.

શું થવાની છે DSP સામે તપાસ?

દીપકનો દાવો છે કે કલ્પના વર્માએ તેમને પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાનો દબાણ કર્યો હતો. બીજી તરફ, બરખા ટંડનનો આરોપ છે કે તેમનાં પતિ મોડી રાત સુધી DSP સાથે વીડિયો કોલ કરતા હતા, જેને લઈને ઝઘડો વધુ વધ્યો. હવે પોલીસ પાસે બંનેના ફોટા, વીડિયો અને ચેટ્સ છે. આ કારણે પોલીસ પણ DSP કલ્પના વર્માના વર્તન અને ઇરાદાઓની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Rajkot News: શહેરમાં નિવૃત પોલીસકર્મી નિરંજન જાનીએ માથામાં ગોળી મારીને આપઘાત કર્યો, વર્ષો સુધી કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવી હતી


  • Follow us on: