અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકને હોટલના રિવ્યુ આપવાના બહાને રૂપિયા 7 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુનાની વિગતો અનુસાર, આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે આ યુવકનો સંપર્ક કર્યો હતો.


યુવક પાસેથી તબક્કાવાર મોટી રકમ પડાવી

શરૂઆતમાં, યુવકને હોટલ રિવ્યુના ટાસ્ક આપવામાં આવ્યા હતા અને તેના બદલે થોડા પૈસા પણ ચૂકવવામાં આવ્યા હતા, જેથી યુવકને વિશ્વાસ આવ્યો હતો. જોકે, બાદમાં આરોપીઓએ અલગ-અલગ બહાના હેઠળ, જેમ કે 'વધુ કમાણી માટે મોટી ફી' અથવા 'સિક્યોરિટી ડિપોઝિટ', યુવક પાસેથી તબક્કાવાર મોટી રકમ પડાવી લીધી હતી. આ રીતે યુવક પાસેથી કુલ રૂપિયા 7 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં જ યુવકે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા આ મામલે ગુનો નોંધીને આરોપીઓને પકડવા અને ગુમાવેલી રકમ પાછી મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન આવક મેળવવાની લાલચમાં થતી છેતરપિંડીઓ સામે નાગરિકોને સાવધ રહેવાની ચેતવણી આપી છે.


આ પણ વાંચો - Ahmedabad Crime News: સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરાયા, મુંબઇ ક્રાઇમ બ્રાંચ અધિકારીની ઓળખ આપી લગાવ્યો 7 લાખનો ચૂનો





  • Follow us on: