હાલ રાજ્યમાં ડિજિટલ એરેસ્ટનું કૌભાંડ ચરમ પર હોય તેવું જણાઈ રહ્યું છે. તાજેતરમાં ડિજિટલ એરેસ્ટના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 7 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સિનિયર સિટિજનને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા
ઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના એક સિનિયર સિટિજનને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપીને આ વૃદ્ધ પાસેથી 7 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમને જાણ કરવામાં આવી હતી. જે બાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













