ઉત્તરપ્રદેશના રાજધાની લખનઉંમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ લુધિયાણાથી દરભંગા જઈ રહી હતી, આ દરમિયાન ડ્રાઈવરને ઉંઘ આવવાના કારણે બસનો કાબૂ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના 11.4 કિલોમીટર પોઈન્ટ પર થયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

ક્રેનની મદદથી બસને ઉઠાવીને રસ્તા પરથી હટાવવામાં આવી

જાણકારી મુજબ બસની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બસ પલટી મારી જતા સ્થળ પર અફરા-તફરી મચી ગઈ. ત્યારબાદ ક્રેનની મદદથી બસને ઉઠાવીને રસ્તા પરથી હટાવવામાં આવી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ જોવા મળી રહ્યા છે અને કેટલાક લોકોના હાથ-પગ કપાઈ ગયા છે. હાલમાં તમામ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે.

ભારે ટ્રાફિકજામ થયો

હાલમાં સ્થાનિક તંત્રના લોકો પણ ત્યાં પહોંચ્યા છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અકસ્માત થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે ચાલકની કથિત બેદરકારીના કારણે કે કોઈ ટેક્નિકલ સમસ્યાના કારણે અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો.  

આ પણ વાંચો : Tamilnadu : SIR બાદ ફાઈનલ મતદાર યાદી કરાઈ જાહેર, 97 લાખ નામ કપાયા


  • Follow us on: