ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મોટો અકસ્માત થયો છે. જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. મંદિરે દર્શન કરવા જતી વખતે શ્રદ્ધાળુઓ ભરેલી કાર નહેરમાં ખાબકી હતી. ઘટના અન્ય લોકો ઘાયલ પણ થયા છે.


શ્રદ્ધાળુઓ ભરેલી કાર નહેરમાં ખાબકી

મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે.મંદિરે દર્શન કરવા જતી વખતે શ્રદ્ધાળુઓ ભરેલી કાર નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ સિવાય અન્ય અનેક લોકો ઘાયલ થયા છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે હાલ અનેક વરિષ્ઠ અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણે ઘટનાની માહિતી મેળવી તમામ ઘાયલોને ત્વરિત યોગ્ય સારવાર આપવાનો આદેશ આપ્યો છે.

બહુતા ગામ પાસે આવેલી નહેરમાં કાર ખાબકી

આ દુર્ઘટના ગોંડાના ઇટિયાથોક થાણા વિસ્તારમાં આવેલા રહેતા બેલવા વિસ્તારમાં બનવા પામી હતી. બહુતા ગામ પાસે આવેલી નહેરમાં કાર ખાબકી હતી. મળતી માહિતી મુજબ મોટીગંજ થાણાના સીહાગાંવના રહેવાસી પ્રહ્લાદ ગુપ્તાનું પરિવાર બોલેરો ગાડીમાં બેસી પૃથ્વીનાથ મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતા. દેવરિયા માર્ગ પર રહેલા રેહરા ગામ પાસે ગાડી અચાનક નહેરમાં ખાબકી ગઈ, જેના પરિણામે ગાડીમાં સવાર 11 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય લોકો ઘાયલ થયા છે.


  • Follow us on: