તો આ તરફ, પોલીસ કમિશનરે આરોપોને નકારી કાઢ્યા હતા. અને કહ્યું હતુ કે, શિષ્યોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.

પોલીસ સાથે ઘર્ષણનો મામલો

આજે મૌની અમાવસ્યા પર પ્રયાગરાજમાં સંગમના કિનારે ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું. પરંતુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે સવારે સ્નાન કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમના શિષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજ પોલીસ કમિશનર જોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સુરક્ષા કારણોસર ગઈકાલથી બંધ કરાયેલા સ્થળ પર પહોંચ્યા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતુ.

રથ અને સમર્થકોથી માર્ગ કર્યો બ્લોકઃ પોલીસ

જ્યારે કહેવામાં આવ્યું કે તેઓ પરંપરા વિરુદ્ધ જઈ રહ્યા છે, ત્યારે તેઓએ તેમના રથ અને સમર્થકો સાથે લગભગ ત્રણ કલાક સુધી પરત ફરવાનો માર્ગ બ્લોક કરી દીધો હતો. આનાથી અંધાધૂંધી સર્જાઈ હતી. તેમના સમર્થકોએ બાળકોને ઢાલ તરીકે વાપરીને હંગામો મચાવ્યો હતો. વારંવાર સમજાવવા છતાં, તેઓ હટવાનો ઇનકાર કર્યો હતો. તેઓ તેમના બધા 200 સમર્થકો અને રથ સાથે સંગમ નાક પર જવાનો આગ્રહ રાખતા હતા.

https://twitter.com/ANI/status/2012804833947025755 

જાણો શું હતો મામલો ?

પોલીસ કમિશનરે કહ્યું હતુ કે, અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે જો તેઓ રથ અને 200 લોકો સાથે આગળ વધે તો નાસભાગ થઈ શકે છે. સવારના ધુમ્મસને કારણે, સવારે 9-10 વાગ્યાની આસપાસ સંગમમાં સૌથી વધુ ભીડ હતી, જ્યારે તેઓ પહોંચ્યા અને સંગમ નાક પર જવાનો આગ્રહ રાખ્યો. તેમણે સમજાવ્યું કે, કોઈ પણ સંતને પરંપરા વિરુદ્ધ જવાની મંજૂરી આપવામાં આવી નથી અને દરેકને સામાન્ય લોકોની જેમ 'સ્નાન' લેવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Madhya Pradesh News: જબલપુરમાં માર્ગ અકસ્માતમાં કારે બે મહિલાને કચડી, 20 લોકો ઘાયલ