ઉત્તરાખંડ હાઇકોર્ટમાં એક મહિલાએ તલાકની માગણી કરી છે. મહિલાએ અરજી કરતા કહ્યું છે કે તેનો પતિ અને પરિવાર દ્વારા હિંદુ રિત રિવાજનું પાલન કરવા દેતા નથી જેથી છૂટાછે઼ડા જોઇએ છે. કોર્ટે આ મામલે દંપત્તિ વચ્ચે સુલેહ કરવાની સંભાવના જોવાનું કહ્યું છે.


પતિ પત્નીને કાઉન્સેલિંગ માટે મોકલ્યા 

મહત્વનું છે કે  નૈનિતાલની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી કાઢી હતી જેમાં તેના પતિ સાથે તલાકની માગ કરવામાં આવી હતી આથી મહિલાએ હાઇકોર્ટના શરણે આવી હતી. જસ્ટિસ રવિન્દ્ર મેઠાણી અને જસ્ટિસ આલોક માહરાની ડિવિઝન બેંચએ બંને પક્ષોની દલીલો સાંભળા બાદ દંપત્તિને સુલેહ કરવાની સંભાવના તપાસવા માટે એટલે કે કાઉન્સેલિંગ માટે મોકલ્યા છે.

શું છે આખો મામલો?

કેસ મુજબ, મહિલાએ તેના પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા છે કારણ કે તે અને તેનો પરિવાર સ્વયંભૂ સંત રામપાલના અનુયાયી છે અને તેઓ હિંદુ રિવાજોનું પાલન કરતા નથી. પોતાની અરજીમાં મહિલાએ દાવો કર્યો હતો કે તેના પતિ અને તેના પરિવારે તેના પર હિન્દુ ધર્મ અને રિવાજો છોડી દેવા માટે દબાણ કર્યું હતું. તેણીએ કહ્યું હતું કે તેના પતિના પરિવારના સભ્યોએ તેના ઘરમાંથી તેનું મંદિર દૂર કર્યું હતું અને દેવી-દેવતાઓની મૂર્તિઓ કપડામાં લપેટીને બહાર મૂકી દીધી હતી.

પતિએ નામકરણ વિધિ કરવાનો ના પાડી દીધી 

મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે તે એક ધાર્મિક મહિલા છે અને શ્રદ્ધાપૂર્વક હિન્દુ રિવાજોનું પાલન કરે છે. આના કારણે તેના માટે તેના પતિ સાથે રહેવું અશક્ય બને છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તેના પતિએ તેમના પુત્ર માટે નામકરણ વિધિ કરવાનો ઇનકાર કર્યો ત્યારે તે નારાજ થઈ ગઈ હતી, એમ કહીને કે તેનો આધ્યાત્મિક માર્ગ તેને મંજૂરી આપતો નથી. હાઈકોર્ટે તેમના 7 વર્ષના પુત્રના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે મૈત્રીપૂર્ણ ઉકેલની શક્યતા શોધવા માટે દંપતીને કાઉન્સેલિંગ માટે મોકલ્યા હતા.

  • Follow us on: