પોપ્યુલર ટીવી કપલ જય ભાનુશાલી અને માહી વિજ છેલ્લા કેટલાક સમયથી તેમના છૂટાછેડાની ચર્ચાઓને કારણે સમાચારમાં છે. પરંતુ આ સમાચાર પર માહી વિજે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. આ પ્રતિક્રિયામાં માહી વિજે છૂટાછેડાના તમામ અહેવાલોને "ખોટા" ગણાવ્યા છે.


એક ઈન્સ્ટાગ્રામ પેજ પર જય અને માહીના છૂટાછેડાના સમાચાર શેર કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં તેમના બાળકોની કસ્ટડી અંગેના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. માહી વિજે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી અને કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી.

છૂટાછેડાના દાવા જુલાઈ-ઓગસ્ટમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે

વાયરલ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જય અને માહીનો ફોટો હતો, તેમાં કહેવામાં આવ્યું હતું કે જય ભાનુશાલી અને માહી વિજ 14 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે જુલાઈ અને ઓગસ્ટ 2025 ની વચ્ચે છૂટાછેડાના કાગળો પર સાઈન કરવામાં આવી હતી અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.


આ દરમિયાન તેમના ત્રણ બાળકો (એક પુત્રી અને બે દત્તક લીધેલા બાળકો) ની કસ્ટડી પણ નક્કી કરવામાં આવી છે. આ સિવાય ઘણા સમાચારમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો છે કે કપલે થોડા મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી, જેમાં તેમના સંબંધોમાં "વિશ્વાસનો અભાવ" મુખ્ય કારણ ગણાવ્યું હતું.

માહીનો જોરદાર જવાબ

આ દાવાઓને નકારી કાઢતા માહી વિજે ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટના જવાબમાં લખ્યું છે કે "અહીં ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે." વધુમાં તેણે કોમેન્ટ વિભાગમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોને આવા ખોટા નિવેદનો પોસ્ટ ન કરવા કહ્યું. તેણે કહ્યું કે તે તેમની સામે કાનૂની કાર્યવાહી કરશે.

થોડા સમય પહેલા માહીએ છૂટાછેડા વિશે કહી આ વાત

થોડા સમય પહેલા કોઈનું નામ લીધા વિના માહીએ કહ્યું હતું કે લોકો સિંગલ મધર્સ અને છૂટાછેડા લીધેલી સ્ત્રીઓને અલગ રીતે જુએ છે. તે માને છે કે લોકો હંમેશા નાટક અને આરોપોની અપેક્ષા રાખે છે. ત્યારબાદ તેણે લોકોને ફક્ત "જીવો અને જીવવા દો" નો આગ્રહ કર્યો.


  • Follow us on: